સુરતમાં સોફ્ટવેર એન્જિનિયર મહિલા ઘરે છઠ્ઠા માળેથી પટકાતા મહિલાનું મોત

Share this story

સુરતમાં ભટાર વિસ્તારમાં લગ્નના ૩ વર્ષ બાદ પોતાના ઘરના છઠ્ઠા માળેથી પટકાતાં મોત નીપજ્યું હતું. સોફ્ટવેર એન્જિનિયર મહિલા પોતાના ઘરે ગેલેરીમાંથી નીચે પટકાઈ હતી. જેથી માથું ફાટી ગયું હતું. ગંભીર હાલતમાં મહિલાને ૧૦૮માં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. હાલ મોતને લઈને રહસ્ય સર્જાયું છે.

મળતી માહિતી મુજબ, સુરતના ભટાર વિસ્તારમાં આવેલા આકાશ દર્શન એપાર્ટમેન્ટમાં મધુલિકા નામની પરિણીતા છઠ્ઠા માળે બાલકનીમાંથી નીચે પટકાઈ હતી. જેને લીધે ત્યા લોકો પણ એકઠા થઈ ગયા હતા. બીજી તરફ તેને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં તેણીને મૃત જાહેર કરાઈ હતી.

મૃતક પરિણીતાના લગ્ન ૩ વર્ષ અગાઉ વિકાસ પેરિવાલ સાથે થયા હતા અને હાલમાં પરિણીતા સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી હતી. જ્યારે તેનો પણ પણ એન્જિનિયર છે તે પુણે ખાતે આવેલી કંપનીમાં કામ કરે છે. ગતરોજ સાંજે ૭:૩૦ લગ્યે સાસુ કિચનમાં ભોજન બનાવી રહ્યા હતા. આ દરમિયાન મધુલિકા ઘરની બાલકનીમાંથી નીચે પટકાઈ હતી.

મધુલિકા નીચે પડી તેની જાણ થતા સોસાયટીના રહીશો સહિતના દોડી આવ્યા હતા અને :૧૦૮ માં નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. મધુલિકાને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-