Saturday, Sep 13, 2025

ભાજપ નેતાના પુત્રએ બુથ કેપ્ચરિંગ કર્યું હોવાનો વીડિયો આવ્યો સામે

3 Min Read

ગઈકાલે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. આ દરમિયાન મહિસાગરના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરીંગનો વીડિયો વાયરલ થયો છે. ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હતુ. આ ઘટનામાં ભાજપના જ નેતાના પુત્રે બુથ કેપ્ચરીંગ કર્યુ હતું. તેણે બુથ કેપ્ચરીંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી. પોલીસે આ મામલે બે લોકોની અટકાયત કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

દાહોદ લોકસભા બેઠક પર ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે મતદાન મથકમાં ઘૂસીને ઈવીએમ કેપ્ચર કર્યું હતું. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આખી ઘટના લાઈવ કરી હતી, તો વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળીને બોગસ મતદાન કરાવ્યા હોવાની પણ ચર્ચા છે. વિજય વિડીયોમાં “EVM તો આપણા બાપનું છે” બોલતો હોઈ તેવું સંભળાઈ રહ્યું છે. વિજય ભાભોરે EVM પોતાના સાથે લઈ જવાની પણ વાત કરી હતી. સમગ્ર વીડિયો વાયરલ થતાં વિજય ભાભોરે વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલિટ કર્યો હતો. પરંતુ ત્યાં સુધી લાખો લોકોએ આ બુથ કેપ્ચરીંગની આ ઘટના લાઈવ નિહાળી હતી.

વીડિયોમાં જોઇ શકાય છે કે, વિજય ભાભોર પ્રથમપુર બુથ નંબર ૨૨૦ મતદાન મથકના સ્ટાફને પણ ધમકાવી રહ્યો છે. બુથના સ્ટાફને ધમકાવીને મત નાખવા આવતા લોકોને સહી કરાવી અનો માટાભાગના મત જાતે જ નાખતો જોવા મળ્યો હતો. મતદાન મથકની બહાર પોલીસ સહિત અન્ય સુરક્ષા વ્યવસ્થા હોવા છતા ખુલ્લે આમ ભાજપના નેતાના પુત્રની દાદાગીરી સામે આવી હતી. આખુ બુથ જ હાઇજેક કરી નાખ્યુ હતું અને આખી ઘટનાને LIVE કરી હતી.

​​​​દાહોદમાં બૂથ કેપ્ચરિંગની ફરિયાદ મામલે ચૂંટણીપંચે જિલ્લા કલેક્ટર પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. રિપોર્ટના આધારે ચૂંટણીપંચ હવે નિર્ણય લેશે. સમગ્ર મામલે મહીસાગર જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે, આ વીડિયોમાં બોગસ વોટિંગ થયું હોવાનું ધ્યાનમાં આવી રહ્યું છે. વીડિયોમાં જે બે લોકો દેખાઈ રહ્યા છે તેમને પોલીસે પકડી લીધા છે અને ફરિયાદ નોંધીનો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાયદા કે ચૂંટણીપંચનો જાણે કોઈ ખોફ જ ના હોય તેમ ભાજપ નેતાના પુત્રએ બૂથને હાઇજેક કર્યું હતું. તેને EVM પોતાના સાથે લઇ જવાની વાત પણ કરી હતી. વીડિયો વાઈરલ થતાં વિજય ભાભોરે વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલીટ કર્યો છે. દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડૉ.પ્રભાબેન તાવિયાડે કલેક્ટરને ફરિયાદ કરી હતી. જેને લઈ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

Share This Article