સુરતમાં અકસ્માતોની વણઝાર ચાલતી હોય તેમ એક બાદ એક અકસ્માત સર્જાઈ રહ્યાં છે. ત્યારે ડભોલી વિસ્તારમાં એક સ્કૂલ વેન પલટી મારી ગઈ હતી. સામેથી આવેતી કારએ ટક્કર માર્યા બાદ 7 વિદ્યાર્થીઓ સાથેની કાર પલટી ગઈ હતી.સ્કૂલ વેન પલટી ખાઈ જવાની જાણ થતા વિદ્યાર્થીઓના વાલીઓના જીવ તાળવે ચોંટી ગયા હતાં.

મળતી માહિતી પ્રમાણે, શહેરના ડભોલી વિસ્તારમાં આવેલા એલ પી સવાણી રોડ પર વાત્સ્લય સ્કૂલના 7 જેટલા વિદ્યાર્થી ભરેલી વેન પલટી મારી ગઈ હતી. અન્ય એક કારે સ્કૂલ વેનને ટક્કર મારી હતી, જેથી સ્કૂલ વેનના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે વેન પલટી ગઈ હતી. ઘટના બાદ આસપાસના લોકોનું ટોળુ એકઠું થઈ ગયું હતું, જેમણે બાળકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. બાદમાં ઈજાગ્રસ્ત બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
આ પણ વાંચો :-
 
								 
		 
		 
		 
		 
		 
		 
		 
		