મંકીપોક્સ વાઇરસના કારણે વિશ્વના અનેક દેશોમાં હાહાકાર મચ્યો છે. ત્યારે WHOએ મંકીપોક્સ વાઇરસની સારવાર માટે પહેલી વેક્સિનને મંજૂરી આપી દીધી છે. WHOએ શુક્રવારે એમવીએ-બીએન વેક્સિનને મંકીપોક્સ વિરુદ્ધ પ્રથમ વેક્સિન જાહેર કરી જેને તેની પ્રિક્વોલિફિકેશન યાદીમાં જોડવામાં આવી છે. MVA-BN વેક્સિન હાલમાં 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે હજુ ઉપલબ્ધ નથી. જો કે, WHOએ વહેલી તકે બાળકો, ગર્ભવતીઓ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે પણ આ પ્રકારની વેક્સિન તૈયાર કરી લેશે. આ રસીના સિંગલ ડોઝ મંકીપોક્સથી બચાવવામાં અંદાજિત 76% અસરકારક છે, જ્યારે બે ડોઝ અંદાજિત 82% અસરકારક છે. MVA-BN વેક્સિનને સ્વિત્ઝર્લેન્ડ, યુએસ, સિંગાપોર, કેનેડા, યુરોપના દેશો અને UKમાં મંજૂરી અપાઈ છે.

આ દવા બાવેરિયન નોર્ડિક કંપનીની છે, હાલમાં તેની સપ્લાય ઓછી છે, પરંતુ યુનિસેફ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તેને ખરીદી શકશે. આનાથી વિશ્વભરમાં Mpox જેવા જીવલેણ રોગોને રોકવામાં મદદ મળશે. WHOના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ અગાનોમ ઘેબ્રેયસસે કહ્યું કે એન્ટિ-મ્પૉક્સ રસીની પ્રથમ પૂર્વ-લાયકાત રોગ સામેની લડાઈમાં એક મહત્વપૂર્ણ પગલું છે.
ઉલ્લેખનીય છે કે 9 સપ્ટેમ્બરે ભારતમાં એમપોક્સનો પ્રથમ શંકાસ્પદ દર્દી મળ્યો હતો. વિવિધ રાજ્ય સરકારો આ રોગ અંગે જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. માહિતી અનુસાર, Mpoxના કિસ્સામાં, માથાનો દુખાવો, તાવ, કમરનો દુખાવો અને શરીર પર લાલ ચકામાની ફરિયાદો છે. ડૉક્ટરો સલાહ આપે છે કે જો તાવ પાંચ દિવસથી વધુ રહે તો માસ્ક પહેરો અને તરત જ બ્લડ ટેસ્ટ કરાવો જેથી તેનો સમયસર ઈલાજ થઈ શકે.
WHOના આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ ડો. યુકિકો નાકાતાનીએ કહ્યું કે, મંકીપોક્સ સામેની વેક્સિનને મંજૂરી એ આફ્રિકન અને ભવિષ્યમાં હાલના પ્રકોપના સંદર્ભમાં બીમારી સામેની આપણી લડાઈમાં એક મહત્વપૂર્ણ પગલું છે. લોકોને તાત્કાલિક મદદ કરવા માટે સરકારો અને ગેવી અને યુનિસેફ જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા મંકીપોક્સ વેક્સિનની ચાલી રહેલી ખરીદીમાં તેજી આવશે.
આ પણ વાંચો :-