સુરત જિલ્લામાં બે અલગ-અલગ અકસ્માતોમાં કુલ પાંચ લોકોના મોત થયા છે. ઉમરપાડાના વાડી-ઉમરઝર ગામ રોડ પર ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના ઘટી હતી. જેમાં બાઇક પર સવાર ત્રણ લોકોના મોત નિપજ્યા. ઉમરપાડાના વાડી-ઉમરઝર ગામ રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઇજાના કારણે બાઇક સવાર ત્રણ યુવકના મોત નીપજ્યા હતા. મૃતક યુવકો સાગબારા તાલુકાના ધવલીવેર ગામના વતની હોવાનું જાણવા મળી રહ્યું છે.
સુરતના પારલે પોઈન્ટના બ્રિજ પર બાઈક ડિવાઈડર સાથે અથડાતા બાઇક પર બે યુવકોના મોત નિપજ્યા હતા. ઉમરાથી અઠવાગેટ જતા બાઈક ડિવાઈડર સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો.
હેલ્મેટની અમલવારી પહેલાં અકસ્માતની ઘટનામાં બે યુવાનોના મોત નીજ્યાં છે. ઉમરાથી અઠવાગેટ તરફ જતી વેળાએ મોટર સાયકલ ડિવાઈડર સાથે ભટકાઈ હતી. બાઈક ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને યુવાનોના ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યાં હતાં. અકસ્માતમાં ત્રણ મિત્રો ઇજાગ્રસ્ત થયા હતા. જે પૈકી એકની હાલત ગંભીર છે.