HomeGujaratલાકડા ચોરોને પકડવા નીકળેલી ટીમને અકસ્માત નડ્યો, RFO વિકાસ દેસાઈ સહિત બેના...

લાકડા ચોરોને પકડવા નીકળેલી ટીમને અકસ્માત નડ્યો, RFO વિકાસ દેસાઈ સહિત બેના કરુણ મોત

Date:

Related stories

ફ્રાન્સમાં તોફાનીઓનો તાંડવ : ઐતિહાસિક ધરોહરોને આગ ચાંપી, દુકાનોમાં લૂંટફાટ; 2,400 લોકોની ધરપકડ

પેરિસ: ફ્રાન્સમાં મોંઘવારી, જીવનનિર્વાહના વધતા ખર્ચ અને યુવાનોના ભવિષ્યને...

જાપાનના ઓસાકામાં ગુજરાતમાં રોકાણ માટે હર્ષ સંઘવીએ યોજી હાઈલેવલ બેઠક, જાપાની ઉદ્યોગપતિઓને આપ્યું આમંત્રણ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ...

ગુજરાતમાં દશેરા 2026 ક્યારે ? જાણો રાવણ દહન અને શસ્ત્ર પૂજાનું શુભ મુહૂર્ત

ગુજરાતમાં દશેરા 20 ઓક્ટોબરે ઉજવાશે, શસ્ત્ર પૂજા માટે બપોરનો...

દશેરા 2026 : આ દિવસે ભૂલથી પણ ન કરશો આ 5 કામ, ધાર્મિક માન્યતા અનુસાર અશુભ મનાય છે !

હિન્દુ ધર્મમાં દશેરા એટલે કે વિજયાદશમીના પર્વનું વિશેષ મહત્ત્વ...
spot_img

તાપી જિલ્લાના સોનગઢ નજીક સોમવારે વહેલી સવારે વન વિભાગની કાર્યવાહી દરમિયાન થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) વિકાસ દેસાઈ અને એક સ્થાનિક યુવકનું કરુણ મોત નીપજતાં સમગ્ર જિલ્લામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, બંને લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરતા શંકાસ્પદ વાહનનો પીછો કરી રહ્યા હતા.

મળતી માહિતી અનુસાર, તાપી રેન્જના જંગલ વિસ્તારમાંથી કિંમતી લાકડાની ચોરી થઈ રહી હોવાની બાતમી મળતા RFO વિકાસ દેસાઈ પોતાની ટીમ સાથે કાર્યવાહી માટે નીકળ્યા હતા. વહેલી સવારે આશરે 4થી 5 વાગ્યાની વચ્ચે ઉકાઈ તરફથી આવી રહેલા એક શંકાસ્પદ વાહનને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે વાહનચાલકે વાહન રોકવાને બદલે ઝડપથી ભાગવાનો પ્રયાસ કરતાં વન વિભાગની ટીમે તેનો પીછો શરૂ કર્યો હતો.

પીછો દરમિયાન બંને વાહનો સોનગઢ RTO ચેકપોસ્ટ નજીક પહોંચ્યા ત્યારે અચાનક ત્યાં ઊભેલા કન્ટેનર સાથે અથડાતા ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે જ RFO વિકાસ દેસાઈ અને સરખડી ગામના રહેવાસી રાકેશ રેલન ગામીતનું મોત થયું હતું.

ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં અકસ્માતગ્રસ્ત વાહનમાંથી ગેરકાયદેસર લાકડું મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ફરજ દરમિયાન જીવ ગુમાવનાર RFO વિકાસ દેસાઈની નિષ્ઠા અને બહાદુરીને લઈને વન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓમાં શોકની લાગણી વ્યાપી છે. સમગ્ર તાપી જિલ્લામાં આ દુર્ઘટનાને લઈને ભારે દુઃખ અને સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Subscribe

Latest stories