Monday, Dec 22, 2025

ઓમાન જતાં જહાજમાં લાગી આગ, 14 ગુજરાતીઓના રેસ્ક્યુ માટે ઓપરેશન શરૂ

2 Min Read

ગુજરાતના કંડલા બંદરથી એક જહાજ ઓમાન જવા માટે રવાના થયું હતું. ઓમાનના અખાત પાસે જહાજમાં ભાષણ આગ ફાટી નીકળી હતી. જે બાદ જહાજ તરફથી ઈમરજન્સી કોલ આપવામાં આવ્યો હતો. આ કોલ બાદ ઓમાનની ખાડીમાં ભારતીય નૌકાદળના સ્ટીલ્થ ફ્રિગેટ INS તબરે એક જહાજ પર લાગેલી આગને કાબૂમાં લેવાનું સાથે બચાવ કાર્ય હાથ ધર્યું છે.

ઓમાનના અખાતમાં MT Yi Cheng 6 નામના જહાજમાં આગ લાગી હતી, જેને બુઝાવવા માટે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS તબરેએ રેસ્ક્યુ- ઓપરેશન શરૂ કર્યુ છે. INS તબરેને આગ લાગેલા જહાજ તરફથી ડિસ્ટ્રેસ કોલ મળ્યો હતો. ત્યાર બાદ INS પર હાજર ટીમ એક્શનમાં આવી હતી.

MT Yi Cheng 6 નામનું આ જહાજ પુલાઉ (એક દેશ)નું છે અને એના એન્જિન રૂમમાં ભીષણ આગ લાગી હતી અને જહાજ પર સંપૂર્ણ વીજળી ડૂલ થઈ ગઈ હતી. આ પછી INS તબરની ટીમ- 13 ભારતીય નૌકાદળના કર્મચારીઓ અને 5 ક્રૂ-સભ્યોએ તાત્કાલિક રેસ્ક્યુ-ઓપરેશન શરૂ કર્યું હતું.

જહાજ કંડલાથી શિનાસ, ઓમાન જઈ રહ્યું હતું
MT Yi Cheng 6 ગુજરાતના કંડલાથી શિનાસ, ઓમાન જઈ રહ્યું હતું ત્યારે તેને ડિસ્ટ્રેસ કોલ મળ્યો. MT Yi Cheng 6માં 14 ભારતીય ક્રૂ-સભ્ય સવાર હતા.

આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ
ભારતીય નૌકાદળે X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે INS તબર તરફથી તાત્કાલિક મદદ માટેની અપીલ સ્વીકારવામાં આવી હતી. INS તબરમાંથી ફાયરની ટીમો અને સાધનો બોટ અને હેલિકોપ્ટરની મદદથી આગ લાગેલા જહાજ પર મોકલવામાં આવ્યાં હતાં. ફાયરની ટીમમાં 13 ભારતીય નૌકાદળના કર્મચારીઓ અને ટેન્કરના પાંચ ક્રૂ-સભ્યો સામેલ છે. આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. જહાજ પરની આગ હવે ઓછી થવા લાગી છે.

Share This Article