પલસાણા ના માખીંગા ગામમાં આવેલી ન્યૂ બાલાજી કેમિકલ મિલમાં ભીષણ આગ લાગી હતી.હાલ આ આગની ઘટના માં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.પરંતુ ફેક્ટરીમાં બધો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં 10 જેટલા ફાયર ફાઇટરો ની ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી જઈને બચાવ કામગીરી કરી રહી છે.પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે ડ્રમમાં આગ લાગી હોવાનું અનુમાન છે. આગને કારણે કંપની સંચાલકને મોટું નુકસાન થયાની આશંકા છે. હાલ ઘટનાં સ્થળે વહીવટી તંત્રના મામલતદાર શ્રી, પોલીસ તંત્ર, ઘટના સ્થળે પહોંચી જઈને રાહત બચાવ કામગીરી શરૂ કરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, કેમિકલ ભરેલું ટેન્કર ખાલી કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે કંપની પરિસરમાં ઉભેલો એક ટેમ્પો પણ તેની ઝપેટમાં આવી ગયો હતો.આ ઘટનામાં 35 વર્ષીય કર્મચારી રાજન બી. રાવત ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક પલસાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આગની જાણ થતાં જ કડોદરા PEPL, નવસારી, સચિન-હોજીવાળા, બારડોલી, ERC કામરેજ તેમજ સુરત મહાનગરપાલિકા સહિતના વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટર્સ દ્વારા ફોમ અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનીકામગીરી કરવામાં આવી.