નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે આવેલી GIDC વિસ્તારમાં આજે એક મોટી આગની ઘટના સામે આવી છે. GIDC માં આવેલા એક ભંગારના ગોડાઉનમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાનું કારણ ફટાકડાનો તણખો હોઇ શકે છે. દિવાળીના તહેવાર દરમિયાન આસપાસ ફોડવામાં આવેલા ફટાકડામાંથી કોઈ તણખો ભંગારના ગોડાઉનના જ્વલનશીલ કચરા પર પડ્યો હોય અને તેના કારણે આગ લાગી હોય તેવી શક્યતા છે.
આગની જાણ થતાં જ બીલીમોરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરના જવાનોએ યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ભંગારના ગોડાઉનમાં પ્લાસ્ટિક અને અન્ય સળગી ઉઠે તેવા પદાર્થો હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી, પરંતુ ફાયર બ્રિગેડની સક્રિયતાને કારણે આગને અન્ય એકમોમાં ફેલાતી અટકાવી શકાઈ હતી