જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં બુધવારે કઠુઆના શિવનગર વિસ્તારમાં એક નિવૃત્ત ડીએસપીના ઘરમાં શંકાસ્પદ સંજોગોમાં આગ લાગતાં ઘરની અંદર સૂઈ રહેલા છ લોકોના કરૂણ મોત થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકોના મોત ગૂંગળામણને કારણે થયા છે. જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના નિવૃત્ત ડીએસપી અવતાર ક્રિષ્નાના ઘરમાં બની હતી. જ્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને સૂતેલા લોકોને ભાગવની તક પણ મળી ન હતી.

માહિતી અનુસાર મદદ માટે આવેલા એક પાડોશી પણ દુર્ઘટના વખતે બેભાન થઈ ગયા હતા. બેભાન થઈ ગયેલા લોકોને કઠુઆની જીએમસી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી હોવાની માહિતી પ્રાથમિક તપાસમાં સામે આવી હતી. માહિતી અનુસાર જેમના ઘરમાં આગ લાગી તે નિવૃત્ત પોલીસ અધિકારીનું મકાન હતું. જેમાં નિવૃત્ત ડીએસપી પણ મૃત્યુ પામી ગયા હતા.
- ગંગા ભગત- ઉંમર 17 વર્ષ
- દાનિશ ભગત- ઉંમર 15 વર્ષ
- અવતાર કૃષ્ણ- ઉંમર 81 વર્ષ
- બરખા રૈના- ઉંમર 25 વર્ષ
- તાકશ રૈના- ઉંમર 3 વર્ષ
- અદ્વિક રૈના- ઉંમર 4 વર્ષ
કઠુઆ શહેરના શિવ નગર વિસ્તારમાં આગની ઘટનામાં એક જ પરિવારના 6 સભ્યોના અચાનક મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. મૃતકોના પરિવાર પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદનાઓ અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના. હું જિલ્લા વહીવટીતંત્રના સતત સંપર્કમાં છું. મંડલ પ્રમુખ શ્રી રાહુલ જીના નેતૃત્વમાં ભાજપ કાર્યકર્તાઓની અમારી ટીમ સ્થળ પર મદદ કરી રહી છે. ઓમ શાંતિ
આ પણ વાંચો :-