Friday, Oct 31, 2025

અમદાવાદમાં જયપુર અગ્નિકાંડ જેવી દુર્ઘટના, 4 વાહનો બળીને ખાખ, 2ના મોત

2 Min Read

અમદાવાદ-રાજકોટ હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના બની છે. ભમાસરા ગામ નજીક થયેલા એક સાથે ચાર વાહનોનો અથડાયા હતા. જેના કારણે વાહનોમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને ત્રણ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.

અમદાવાદ-રાજકોટ હાઈવે તરફ જતા ટ્રકોમાં ઘઉં અને ચોખાની બોરીઓ ભરેલી હતી. મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં કલાકો સુધી રાત્રે ટ્રાફિકજામ રહ્યો હતો. આ તરફ ઘટનામાં ફાયર બ્રિગેડએ આગ પર કાબુ મેળવ્યો તો પોલીસે ટ્રાફિકજામને હળવો કર્યો હતો. આ તરફ હવે સામે આવ્યું છે કે, કાપડ ભરેલ ટ્રક ચોટીલાથી અમદાવાદ જતી હતી.

આ ટ્રક ચોટીલામાં રણછોડભાઈ રબારીની કંપનીની ટ્રક હત. ટ્રકનો જૂનો ડ્રાઈવર પ્રદીપભાઈ રજા પર ગયો હતો તો મૃતક કમલભાઈ તેની જગ્યા પર આવ્યા હતા. નોંધનિય છે કે, અકસ્માતની ઘટનામાં ડ્રાઈવર કમલભાઈનું મોત થયું છે જ્યારે અન્ય 1 મૃતક કોઈ પેસેન્જર હોવાની વાત સામે આવી છે.

નોંધયની છે કે, અહીં અકસ્માતને પગલે ચાર વહાનોમાં ભયંકરા આગ લાગી હતી. જેથી ધોળકા, બાવળા અને સાણંદ ફાયરબિગ્રેડ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. મહામહેનતે પાણીનો મારો ચલાવી 3 કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.નોંધનીય છે કે, બે જેસીબી અને એક હિટાચીની મદદ આગમાં બળેલ વાહનોને રોડ પરથી હટાવાયા હતા.જેથી રસ્તાને ફરી વાહન વ્યવહાર માટે શરૂ કરી શકાય.

આ પણ વાંચો :-

Share This Article