સુરતમાં બિનવારસી ડ્રમમાંથી યુવતીની લાશ મળી આવી, જાણો સમગ્ર ઘટના

Share this story

ભેસ્તાન વિસ્તારમાં એકલારા-ભાણોદ્રા રોડ પર અવાવરું જગ્યાએથી શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતુ. પોલીસ વજનદાર ડ્રમ લઈ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. કટરથી સિમેન્ટ ભરેલું આ ડ્રમ કાપતા તેમાંથી યુવતીની ડેડબોડી મળી આવી હતી. ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ લાશને પ્લાસ્ટિકના ડ્રમમાં કાપડના ડૂચા, રેતી- સિમેન્ટ સાથે ભરી દઈ ફેંકી દેવાયું હતુ. હાલ તો આ મામલે ભેસ્તાન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Woman's skeleton found in a concrete-filled barrel floating on Kochi lake | Latest News India - Hindustan Times

ગતરોજ એકલારા-ભાણોદ્રા રોડ પર અવાવરૂ જગ્યા પરથી સિમેન્ટ ભરેલુ શંકાસ્પદ ડ્રમ હોવાની પોલીસને માહિતી મળી હતી. ભેસ્તાન પોલીસ સિમેન્ટ ભરેલુ ડ્રમ લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં ભારે ભરખમ ડ્રમ થોડું ખુલ્લું હતુ અને પગ જેવું શારીરિક અંગ નજરે પડતા તેમાં લાશ હોવાની પ્રબળ શંકા જન્મી હતી. ભારે જહેમત બાદ ડ્રમ તોડી શકાયું હતું

ડ્રમમાં લાશ ઉપર કપડાના ડૂચા, રેતી, સિમેન્ટ પણ ભરવામાં આવ્યા હતા. પોલીસ માટે પડકાર એ હતો કે, આટલું ભારે ભરખમ ડ્રમ લઈ કેવી રીતે જવું? છેવટે ટેમ્પોમાં ભરી ડ્રમ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું. મોડીરાત્રે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સિવિલ દોડી ગયા હતા. ભેસ્તાન પોલીસે હત્યાનો ગુનો નોંધવાની સાથે જ્યાંથી ડેડબોડી મળી છે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવા દોડધામ કરી છે. પોલીસે સ્થાનિક વિસ્તારના લોકોના નિવેદન લેવાની કવાયત હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યું છે. મૃતક યુવતીની ઉંમર ૩૦ વર્ષની હોવાનું અનુમાન છે. લાશને છુપાવવા રેતી અને સિમેન્ટ એટલી હદે ભરવામાં આવી હતી કે ડ્રમનું વજન  ૨૦૦થી ૨૫૦ કિલોગ્રામ જેટલું હતું. પોલીસે મતુર્ક યુવતીની ઓળખ અને હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો :-