Wednesday, Nov 5, 2025

સુરતમાં હીરામાં મંદીના કારણે આર્થિક તંગીથી કંટાળી રત્નકલાકારનો આપઘાત

1 Min Read

સુરતમાં રત્નકલાકારોની આપઘાતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે હીરાની મંદીમાં કામ ન થતું હોવાથી આર્થિક સંકળામણમના કારણે વધુ એક રત્નકલાકારે જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. રત્નકલાકારે ઝેરી દવા પીને મોતને વ્હાલું કરતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

મળતી માહિતી મુજબ, સુરતના કામરેજ સ્થિત દેરોદ રોડ ખાતે રહેતા મૂળ અમરેલીના વતની કપિલભાઈ મનુભાઈ નિમાવત રત્નકલાકાર હતા અને તેમાંથી તેઓ પરિવારનું ગુજરાત ચલાવતા હતા. ગઈકાલે દેરોદ ગામની સીમમાં કપિલભાઈએ ઝેરી દવા પી લીધી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામેલ પરિવારને જાણ થતાં તેમને સારવાર અર્થે કામરેજની સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, વધુ સારવાર માટે ત્યાંથી તેમને નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન કપિલભાઈનું મોત નીપજ્યું હતું.

ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખના જણાવ્યા મુજબ, હીરા ઉદ્યોગમાં મંદીના કારણે કામ થતું ન હોવાથી આર્થિક તંગીના કારણે કંટાળીને વધુ એક રત્નકલાકારે આપઘાત કર્યો છે. આમ છેલ્લા 18 મહિનામાં 75 કરતા વધુ રત્નકલાકારોને આપઘાત કર્યો છે.

Share This Article