વાપીના ખાનગી કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી છે. નેશનલ હાઈવે નજીક આવેલી થેમિસ કંપનીમાં આગ લાગી હતી. આગને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી. આગને કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાયો છે. ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા આગ ઓલવવાના પ્રયાસ કર્યો. હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનીના અહેવાલ નહીં.
વલસાડ જિલ્લાના વાપી GIDCના જે ટાઈપ વિસ્તારમાં આવેલ રિક્ટર થેમિસ કંપનીના રિસર્ચ સેન્ટરમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી.ઘટનાને પગલે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.સમગ્ર મામલે આગ વધુ પ્રસરતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.અને ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડના લાશ્કરો 4 જેટલા ફાયર ટેન્ડરો સાથે પહોંચીને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
ઘટનાની ગંભીરતા પારખીને જિલ્લા પોલીસ અધિક્ષક સહિતનો પોલીસનો કાફલો અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. મામલતદાર વાપી દ્વારા પણ કંપની પર પહોંચીને નિરીક્ષણ કર્યું હતું.ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.અને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :-