Saturday, Sep 13, 2025

સુરતના પાંડેસરાની અન્નપૂર્ણા ડાઇંગ મીલમાં લાગી આગ

2 Min Read

સુરતના પાંડેસરા GIDCમાં આવેલી અન્નપુર્ણા મિલમાં આગનો બનાવ સામે આવ્યો છે. આગની ઘટના બનતા જ અલગ અલગ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગે ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.ડાઈંગ મિલ હોવાને કારણે જે રો મટીરીયલ છે. તે પણ ખૂબ જ જ્વલંતશીલ હોય છે. તેથી જોત જોતામાં આગ ખૂબ જ પ્રસરી ગઈ હતી. જોકે, આગની ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી.

અન્નપૂર્ણા ડાઈંગ મીલમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ કેમિકલના જથ્થાથી પ્રસરી હોય તે રીતે ઊંચે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતાં. જેથી આસપાસમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આગ લાગ્યાનો કોલ મળતાં જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જો કે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હોવાથી ચાર ફાયર સ્ટેશનની ગાડીઓને ઘટના સ્થળે બોલાવવાની ફરજ પડી હતી.

મેયર દક્ષેશ માવાણી પાંડેસરા GIDCની અન્નપૂર્ણા મિલમાં આગ લાગવાની ઘટના બનતાની સાથે જ પોતે સ્થળ પર પહોંચી ગયા હતા. મેરદારા સ્થિતિનો તાજ મેળવવામાં આવ્યો હતો અને ઝડપથી આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયરના અધિકારીઓને સૂચન પણ કર્યું હતું. મેયરે મિલમાં કેટલા લોકો કામ કરી રહ્યા હતા તેની પણ વિગતો મેળવી હતી. જોકે, કોઈને જાનહાનિ થઈ છે કે કેમ તેની પણ વિગતો મેળવી હતી. ચીફ ફાયર અધિકારી સાથે વાતચીત કરીને આગ પર ઝડપથી કાબૂ મેળવવા માટે અન્ય ફાયર સ્ટેશનની ગાડીને પણ ઘટના સ્થળ ઉપર ઝડપથી પહોંચવા માટે સૂચન કર્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article