Saturday, Sep 13, 2025

હૈદરાબાદમાં ફટાકડાથી ભરેલી દુકાનમાં લાગી આગ, ગ્રાહકોમાં નાસભાગ

2 Min Read

દિવાળી પહેલા ફટાકડાની દુકાનમાં લાગેલી આગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ફટાકડાની દુકાનમાં ભારે ભીડ છે. અચાનક તેમાં આગ લાગી અને ફટાકડા ધડાધડ એક પછી એક ફૂટવા લાગ્યા. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી દુકાન આગની લપેટમાં આવી ગઈ હતી. આ ઘટના હૈદરાબાદના સુલતાન બજાર વિસ્તારમાં બની હતી.

કહેવામાં આવી રહ્યું છે કે ફટાકડાની દુકાન ગેરકાયદેસર હતી. હવે આ ગેરકાયદેસર ફટાકડાની દુકાનમાં અચાનક આગ લાગવાથી ખળભળાટ મચી ગયો છે. સુલતાન બજાર વિસ્તારમાં પારસ ફટાકડા નામની ફટાકડાની દુકાન છે. આ દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી અને થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફટાકડાનો અવાજ સાંભળીને આ વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. આ પછી ગ્રાહકો ભાગવા લાગ્યા.

ફાયર બ્રિગેડે આગને કાબુમાં લેવા માટે તમામ પ્રયાસો શરૂ કરી દીધા છે અને લગભગ એક કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી ગઈ છે. અધિકારીઓએ કહ્યું કે, આગના કારણે અનેક ફટાકડામાં વિસ્ફોટ થયા છે, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા અને ભયાનક અવાજો સંભળાતા ભયનો માહોલ સર્જાયો છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટનામાં ઈજાગ્રસ્ત થવાના કોઈ સમાચાર નથી. વહીવટીતંત્રે લોકોને ફટાકડાના ઉપયોગમાં સાવધાની રાખવા અને સુરક્ષિત સ્થળોએ જ ફટાકડા ખરીદવાની અપીલ કરી છે.

આ પણ વાંચો :-

Share This Article