Friday, Oct 24, 2025

પરાળ બાળનાર ખેડૂતને થશે દંડ, સુપ્રીમની ફટકાર બાદ કેન્દ્રનો નિર્ણય

2 Min Read

કેન્દ્રએ પરાળ સળગાવવા માટે દંડ બમણો કર્યો છે. નવા કડક નિર્ણય મુજબ બે એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને 5000 રૂપિયા, 2 થી 5 એકર જમીન ધરાવતા ખેડૂતોએ 10,000 રૂપિયા અને પાંચ એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોએ 30000 રૂપિયાનો દંડ ભરવો પડશે. તમને જણાવી દઈએ કે, ગયા મહિનાના અંતમાં સુપ્રીમ કોર્ટે પણ પરાળ સળગાવવાથી પ્રભાવિત રાજ્ય સરકારોને ઓછો દંડ લગાવવા બદલ ઠપકો આપ્યો હતો, ત્યારબાદ કેન્દ્રએ દંડની રકમ વધારી દીધી છે.

ગુજરાતના ખેડૂતોને શા માટે પરાળ બાળવું પડે છે? - BBC News ગુજરાતી

મળતી માહિતી મુજબ, પરાળ સળગાવવા પર કડક વલણ અપનાવતા કેન્દ્ર સરકારે દંડની રકમ બમણી કરી છે. નવા નિયમો અનુસાર, હવે બે એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને પરાળ સળગાવવા બદલ 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે. તે જ સમયે, 2 થી 5 એકર જમીન ધરાવતા ખેડૂતો પર 10,000 રૂપિયા અને પાંચ એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતો પર 30,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.

આ નિયમ રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારમાં હવા ગુણવત્તા વ્યવસ્થાપન કાયદો, 2021 (29 of 2021) હેઠળ સંશોધિત કરવામાં આવ્યો છે. અધિનિયમની કલમ 25ની પેટાકલમ (2) ના ખંડ (h)ને ટાંકીને, કેન્દ્ર સરકાર દ્વારા આ નિયમને સંશોધિત કરતાં ‘રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન સંશોધન નિયમ, 2024 પસાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

Share This Article