Wednesday, Nov 5, 2025

પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહેલા સુરતના પરિવારને નડ્યો અકસ્માત, 3 લોકોનાં મોત

1 Min Read

રાજ્યભરમાં ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં અકસ્માતના બનાવ સામે આવી રહ્યા છે. જેમાં વડોદરાના પોર નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે. જેમાં પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહેલા સુરતીઓને અકસ્માત નડ્યો હતો. જેમાં અચાનક અર્ટિગા કાર હાઈવે પરથી નીચે ઉતરી જતાં ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.

સુરતના ડિંડોલીમાં રહેતા અને મૂળ મહેસાણાનો પરિવાર પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહ્યો હતા, ત્યારે વડોદરાના પોર નજીક તેમની કાર અચાનક હાઈવે પરથી નીચે ઉતરી જતાં ઝાડ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર આઠ લોકોમાંથી ત્રણના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા.

મૃતકોની યાદી

  • હિતેશ પટેલ (ઉં.વ. 49)
  • વિનય પટેલ (ઉં.વ. 24)
  • દિપીકાબહેન પટેલ (ઉં.વ. 28)

    ઈજાગ્રસ્તની યાદી

    • જગદીશભાઈ પટેલ (ઉં.વ. 47)
    • નીરજબહેન જગદીશભાઈ પટેલ
    • વિનય જગદીશભાઈ પટેલ (ઉં.વ. 32)
    • ચિરાગ પટેલ (ઉં.વ. 24)
    • ધ્રુવ પટેલ (ઉં.વ. 26)
      Share This Article