ઉત્તર પ્રદેશના આગરામાં અતુલ સુભાષ જેવો કિસ્સો સામે આવ્યો છે. ટીસીએસ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતાં યુવકે પત્નીના ત્રાસથી ત્રાહિમામ થઈને સ્યુસાઈડ કર્યું હતું. યુવકે ગળામાં ફાંસીનો ફંદો લગાવી લાઇવ વીડિયો બનાવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં યુવક આત્મહત્યા માટે પત્ની જવાબદાર હોવાનું જણાવી રહ્યો છે.
આગરાની ડિફેન્સ કોલોનીમાં રહેતા માનવ શર્મા એક મોટી આઇ.ટી. કંપનીમાં રિક્રૂટમેન્ટ મેનેજરના પદ પર કામ કરતો હતો. માનવે 24 ફેબ્રુઆરીએ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી. મોતને ગળે ભેટતા પહેલાં માનવે રડતાં રડતાં દર્દનાક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે પોતાની પત્નીના ચરિત્ર પર સવાલો ઉઠાવ્યા હતા.
અતુલ સુભાષે પોતાની આત્મહત્યા પહેલાં બનાવેલા વીડિયોમાં જણાવ્યું કે, ‘મારી મોત માટે મારી પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા, સાળો અનુરાગ અને કાકાજી સસરા સુશીલ સિંઘાનિયા જવાબદાર છે. પૈસા પડાવવા માટે મારી પત્ની અને સાસરીવાળાઓએ કાવતરૂ ઘડ્યું. તેના પરિવારે મને જૂઠા કેસમાં ફસાવી દીધો. મારી અને મારા પરિવારની જિંદગી બર્બાદ કરી દીધી.’
પોલીસે કેસ નોંધવાના બદલે કહ્યું કે અધિકારી મહાશિવરાત્રી માટે ફરજ પર છે. આ પછી નરેન્દ્ર શર્મા ઘરે પાછા ફર્યા. જે બાદ તેમણે, સીએમ પોર્ટલ પર ફરિયાદ પત્રમાં, તેમણે તેમના એકમાત્ર પુત્રની આત્મહત્યા માટે તેમની પુત્રવધૂ અને તેના માતાપિતાને જવાબદાર ઠેરવ્યા હતા.
કર્ણાટકના બેંગલુરુના રહેવાસી અતુલ સુભાષના લગ્ન ઉત્તર પ્રદેશના જૌનપુરની રહેવાસી નિકિતા સિંઘાનિયા સાથે થયા હતા. લગ્નના થોડા દિવસ સુધી તો બધું બરાબર ચાલ્યું, પછી નિકિતા અચાનક બેંગલુરુથી પાછી જૌનપુર જતી રહી. તેણે પોતાના પતિ અતુલ અને સાસરીવાળાની સામે દહેજ ઉત્પીડન અને ઘરેલું હિંસાનો કેસ કરી દીધો હતો.