Friday, Oct 31, 2025

ભારતીય અર્થવાવસ્થાને ઝાટકો…! દોઢ વર્ષના નીચલા સ્તરે GDP ગ્રોથ રેટ

2 Min Read

ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ વૃદ્ધિનું અગાઉનું નીચું સ્તર 4.3 ટકા હતું, જે નાણાકીય વર્ષ 2022-23ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં નોંધાયું હતું. જો કે, ભારત સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર રહ્યું. આ વર્ષે જુલાઈ- સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચીનનો GDP વૃદ્ધિ દર 4.6 ટકા હતો.મેન્યૂફેક્ચરિંગ સેક્ટરના નબળા પ્રદર્શનના કારણે ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનો આર્થિક વિકાસ ઘટીને 5.4 ટકા થયો હતો, જે લગભગ 2 વર્ષમાં તેનું સૌથી નીચલું સ્તર છે. શુક્રવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દર 8.1 ટકા હતો.

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO)ના ડેટા અનુસાર, કૃષિ ક્ષેત્રનો GVA (ગ્રોસ વેલ્યુ એડેડ) 2023-24ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વધીને 3.5 ટકા થયો છે જે એક વર્ષ અગાઉ 1.7 ટકા હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો GVA વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ઘટીને 2.2 ટકા થયો છે, જ્યારે એક વર્ષ અગાઉ તેણે 14.3 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી.

2024-25માં એપ્રિલ-સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ ગત નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 8.2 ટકાની સરખામણીએ 6 ટકા રહ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપીનો વિકાસ દર 6.7 ટકા પર યથાવત રહ્યો છે. સરકારી ડેટા અનુસાર, મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોની વૃદ્ધિ ઓક્ટોબર 2024માં ઘટીને 3.1 ટકા થઈ હતી, જે એક વર્ષ અગાઉના સમાન મહિનામાં 12.7 ટકા હતી.

નાણાકીય, રિયલ એસ્ટેટ અને બિઝનેસ સેવાઓમાં GVA વૃદ્ધિ 6.7 ટકા રહી હતી, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં 6.2 ટકા હતી. વીજળી, ગેસ, પાણી પુરવઠા અને અન્ય ઉપયોગિતા સેવાઓનો વિકાસ દર 3.3 ટકા રહ્યો છે, જે એક વર્ષ અગાઉના 10.5 ટકાના વિકાસ દર કરતાં ઓછો છે. બાંધકામ ક્ષેત્રે બીજા ક્વાર્ટરમાં 7.7 ટકાની વૃદ્ધિ નોંધાવી છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 13.6 ટકા કરતાં ઓછી છે.

બીજા ત્રિમાસિકમાં ફુગાવાના આંકડાઓ પણ વધ્યા છે. બીજી તરફ મેન્યુફેક્ચરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર નબળું પડતાં જીડીપી ગ્રોથ પણ ઘટ્યો છે. જેને ધ્યાનમાં લેતા અર્થશાસ્ત્રીઓએ આગામી મોનેટરી પોલિસીમાં પણ આરબીઆઈ વ્યાજના દર જાળવી રાખે તેવી ભીતિ વ્યક્ત કરાઈ છે.

આ પણ વાંચો :-

Share This Article