Sunday, Sep 14, 2025

ISRO અને Spacex વચ્ચે થઈ મોટી ડીલ, લોન્ચ કરશે ભારતનું સૌથી એડવાન્સ સેટેલાઇટ

2 Min Read

ભારતીય અવકાશ એજન્સી ISROએ દિગ્ગજ ઉદ્યોગપતિ ઈલોન મસ્કની કંપની Space X સાથે હાથ મિલાવ્યો છે. અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના મિત્ર મસ્કની કંપની Space X આગામી સપ્તાહની શરુઆતમાં ફાલ્કન 9 રૉકેટથી ભારતના સૌથી આધુનિક સંચાર ઉપગ્રહ GSAT-20 (GSAT N-2)ને અંતરિક્ષમાં લઈ જવાનું કામ કરશે.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન અને SpaceX વચ્ચે ઘણી ડીલ થઈ છે. GSAT-N2 અમેરિકાના કેપ કેનાવેરલથી લોન્ચ કરવામાં આવશે. આ 4700 કિલોગ્રામનો સેટેલાઈટ કોઈ ભારતીય રોકેટ દ્વારા લઈ જવા માટે ખૂબ જ ભારે છે. આ જ કારણ છે કે ઇસરોએ આના લોન્ચિંગ માટે એલન મસ્કની કંપની સ્પેસએક્સની મદદ લેવાનો નિર્ણય કર્યો. ભારતીય સ્પેસ એજન્સીનું સૌથી શક્તિશાળી રોકેટ ‘ધ બાહુબલી’ અથવા લોન્ચ વ્હીકલ માર્ક-3 છે, જે વધુમાં વધુ 4000 થી 4100 કિલોગ્રામ સુધીનું વજન અંતરિક્ષ ભ્રમણકક્ષામાં લઈ જઈ શકે છે.

ભારત અત્યાર સુધી તેના ભારે સેટેલાઈટને લોન્ચ કરવા માટે એરિયનસ્પેસ પર નિર્ભર હતું, પરંતુ હાલમાં તેની પાસે પણ કોઈ ઓપરેશનલ રોકેટ નથી અને ભારત પાસે સ્પેસએક્સ સાથે જવાનો એકમાત્ર ભરોસાપાત્ર વિકલ્પ હતો. ચીનના રોકેટ ભારત માટે અયોગ્ય છે અને યૂક્રેનમાં સંઘર્ષને કારણે રશિયા કોમર્શિયલ લોન્ચિંગ માટે તેના રોકેટ ઓફર કરવામાં અસમર્થ છે. આ જ કારણ છે કે ઇસરો પાસે સ્પેસએક્સનો જ વિકલ્પ હતો. ઇસરોના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સ્પેસએક્સથી પોતાનો સેટેલાઇટ મોકલવા માટે તેમને સારી ડીલ મળી છે. સ્પેસએક્સ તેના શક્તિશાળી રોકેટ ફાલ્કન 9 દ્વારા ભારતીય ઉપગ્રહને અવકાશમાં મોકલશે.

એલન મસ્કની સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવાઓ સ્ટારલિંકને લાઇસન્સ આપવાની માંગ કરી રહ્યા છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં એલન મસ્કની રુચિ વધી રહી છે. મસ્ક હવે ટ્રમ્પ સરકારમાં પણ ખૂબ જ શક્તિશાળી બનીને ઉભરી આવ્યા છે અને ટ્રમ્પ સરકારમાં મહત્ત્વની જવાબદારીઓ નિભાવી રહ્યા છે. એ વાત જાણીતી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે અને બંને એકબીજાને મિત્ર કહે છે. ઉદ્યોગપતિ એલન મસ્ક પણ બંનેના મિત્ર છે.

આ પણ વાંચો :-

Share This Article