સુરતના અલથાણ વિસ્તારમાં કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો. સુધર્મભવન SMC આવાસ રહેતા કાર ચાલકે પૂર ઝડપે આવી બે વર્ષના માસૂમને અડફેટે લીધો. અકસ્માતમાં પ્રિત ભટ્ટ નામના બાળકને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. અકસ્માત સર્જી કાર ચાલક સ્થળ પર કાર છોડી ફરાર થઈ ગયો હતો. તો ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થળ પર પહોંચેલ પોલીસને હાજર મહિલાઓએ ઘેરી લીધી હતી. હાલ તો પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી.

મળતી વિગતો મુજબ રાજસ્થાનના નાગોર જિલ્લાના વતની સૂરજ અમિચંદ ભટ્ટ પરિવાર સાથે સુધર્મભવન એસએમસી આવાસમાં રહે છે. સૂરજ અમિચંદ ભટ્ટનો બે વર્ષનો દીકરો પ્રીત ભટ્ટ ગત સવા પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન એસએમસી આવાસની બી બિલ્ડિંગની સામે તથા આંગણવાડીની બાજુમાં રમતો હતો. બાળકનું ધ્યાન માત્ર ને માત્ર તેની મસ્તીમાં હતું.
બાળક રમતું હતું આ દરમિયાન કારનો ચાલક મુકેશ દેવીદાસ પેંધારકર કાર લઈને પસાર થયો હતો. ફૂલ સ્પીડમાં તે કાર લઈને આવાસમાંથી પસાર થયો હતો. આ દરમિયાન આંગણવાડી પાસે રમતા પ્રીત ભટ્ટને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં બાળકના માથા પર કારનું ટાયર ફરી વળ્યું હતું. માથું ચગદાઈ જતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ચાલક કાર મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો :-