HomeGujaratએક વખત બનાવી નાખો આ શિકંજી મસાલો અને આખો ઉનાળો કરી શકશો...

એક વખત બનાવી નાખો આ શિકંજી મસાલો અને આખો ઉનાળો કરી શકશો સ્ટોર, જાણો રીત

Date:

Related stories

ગુજરાતમાં આગામી કલાકો અગત્યના! જાણો કયા 6 જિલ્લામાં રેડ એલર્ટ

ગુજરાતમાં ચોમાસાની બીજી ઇનિંગે આજે ફરી જોર પકડ્યું છે...

ટ્રોફી ન સ્વીકાર્યા બાદ શું હતું મોહસિન નકવીનું રિએક્શન? BCCI અધિકારીએ કર્યો મોટો ખુલાસો

ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને હરાવીને એશિયા કપનો ખિતાબ જીત્યો,...
spot_img

This shikanji masala and all summer

ગરમીમાં શરીરમાં પાણીની કમી ના થાય તેથી શિકંજીનુ સેવન ફાયદાકારક (Intake beneficial) માનવામાં આવે છે. આ તમને લૂથી બચાવે છે. આ સાથે પાચન તંત્ર સાથે જોડાયેલી સમસ્યાઓને પણ દૂર કરે છે. પાણીની તરસ બુઝાવવાની સાથે શરીરમાંથી ટૉક્સિક પદાર્થોને (Toxic substances) બહાર નિકાળવા અને વેટ લૉસમાં પણ મદદરૂપ છે.

મોટાભાગના લોકો શિકંજી બનાવવા માટે માર્કેટમાં મળતા જલજીરા પાઉડરનો ઉપયોગ કરે છે. પરંતુ તમે ઈચ્છો તો ઘરમાં શુદ્ધ જલજીરા પાઉડર બનાવી શકો છો. માર્કેટમાં મળતા જલજીરા પાઉડરમાં પ્રિજર્વેટિવ હોય છે, જે તમારા આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. ઘરમાં ફ્રેશ ચીજ વસ્તુઓથી જલજીરા પાઉડર બનાવો. જેનાથી તમે ઝટપટ શિકંજી બનાવીને પી શકો છો અને લાંબા સમય સુધી તેને સ્ટોર કરીને પણ રાખી શકો છો.

ઘરમાં ઈન્સ્ટન્ટ જલજીરા પાઉડર બનાવવાની સરળ રીત :

સામગ્રી :

ફૂદીનાના સૂકા પાંદડા- 1 કપ
શેકેલુ જીરૂ- 4 નાની ચમચી
સુકો આદુ પાઉડર- 1 નાની ચમચી
કાળુ મીઠું- 1 નાની ચમચી
કાળુ મરચુ- 2 ચમચી
લીંબુનો રસ- બે નાની ચમચી
સફેદ મીઠુ- 1 નાની ચમચી
હીંગ- બે ચપટી
મોટી ઈલાયચી- 4

બનાવવાની રીત  :

જલજીરા પાઉડર બનાવવા માટે એક મિક્સી જાર લો. તેમાં શેકેલુ જીરું, મોટી ઈલાયચી, કાળુ મરચુ અને બધી વસ્તુઓ નાખીને પીસી નાખો. બે મિનિટમાં જલજીરા પાઉડર તૈયાર થઇ જશે. તમે તેને સ્ટોર કરીને રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે એક ગ્લાસ ઠંડા પાણીમાં નાખીને પી શકો છો.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

This shikanji masala and all summer

Subscribe

Latest stories

spot_img