HomeNationalઆંતરરાષ્ટ્રીય સાયબર ઠગાઈનો પર્દાફાશ: નોકરીની લાલચ આપી 164 વિદેશીઓને બનાવ્યા બંધક, પાસપોર્ટ...

આંતરરાષ્ટ્રીય સાયબર ઠગાઈનો પર્દાફાશ: નોકરીની લાલચ આપી 164 વિદેશીઓને બનાવ્યા બંધક, પાસપોર્ટ જપ્ત કરી કરાવાતી હતી છેતરપિંડી

Date:

Related stories

અરવિંદ કેજરીવાલના ‘શીશમહેલ’ના દરવાજા હવે જનતા માટે ખુલશે, માત્ર ₹20માં લઈ શકાશે મુલાકાત

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી નિવાસસ્થાનને લઈને ફરી...

તિરુપતિ બાલાજી મંદિરમાં ચેન્નઈના જૈન દંપતીનું રૂ. 208 કરોડનું મહાદાન: 121 કિલો સોનાના ઘરેણાં અને હીરા અર્પણ કર્યા

આંધ્રપ્રદેશના તિરુમલામાં આવેલા પ્રસિદ્ધ શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ચેન્નઈના...

વડોદરામાંથી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા શંકાસ્પદ આતંકીની ધરપકડ, AK-47 અને 23 જીવતા કારતૂસ મળ્યાં

ગુજરાતમાં આતંકવાદી ગતિવિધિઓને લઈને સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી...

બારડોલી પરિવાર હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા : મહારાષ્ટ્રમાંથી એક આરોપી ઝડપાયો, અન્ય 3ની શોધખોળ તેજ

સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં શ્રમજીવી પરિવારના છ સભ્યોને ઉકાઈ...
spot_img

ઉત્તર પ્રદેશના નોઈડામાં આંતરરાષ્ટ્રીય સાયબર ઠગાઈ અને માનવ તસ્કરીના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે સેક્ટર-136માં ચાલતા એક નકલી કોલ સેન્ટર પર દરોડો પાડીને 164 વિદેશી નાગરિકોને મુક્ત કરાવ્યા છે. આ તમામ લોકોને સારી નોકરી અને આકર્ષક પગારની લાલચ આપીને ભારત બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના પાસપોર્ટ જપ્ત કરી તેમને બંધક બનાવીને સાયબર ઠગાઈ કરાવવામાં આવતી હતી.

ઇન્ડોનેશિયા અને મલેશિયાના નાગરિકો નિશાન બન્યા

પોલીસે મુક્ત કરાવેલા 164 લોકોમાં 92 ઇન્ડોનેશિયન અને 72 મલેશિયન નાગરિકોનો સમાવેશ થાય છે. આરોપીઓએ આ લોકોને બિઝનેસ વિઝા પર ભારત બોલાવ્યા હતા. અહીં આવ્યા બાદ તેમના પાસપોર્ટ લઈ લેવામાં આવ્યા હતા અને તેમની હિલચાલ પર નજર રાખવામાં આવતી હતી. તેમને પોતાની મરજીથી બહાર જવાની પણ મંજૂરી નહોતી.

તમામ લોકોને નોઈડાની અલગ-અલગ પીજીમાં રાખવામાં આવતા હતા અને દરરોજ કેબ દ્વારા કોલ સેન્ટર સુધી લાવવામાં આવતા હતા. આ માટે આશરે 40 કેબનો ઉપયોગ કરવામાં આવતો હતો. જો કોઈ વ્યક્તિ સાયબર ઠગાઈ કરવામાં આનાકાની કરે તો તેની સાથે મારપીટ પણ કરવામાં આવતી હતી.

મહિલા બનીને લોકોને ફસાવતા હતા

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ વિદેશી નાગરિકોને ખાસ સ્ક્રિપ્ટ આપતા હતા. તેમને સોશિયલ મીડિયા પર નકલી મહિલા પ્રોફાઇલ બનાવીને લોકો સાથે મિત્રતા કરવા માટે તાલીમ આપવામાં આવતી હતી.

એકવાર સામેની વ્યક્તિનો વિશ્વાસ જીતી લીધા બાદ તેને નકલી ટ્રેડિંગ અને રોકાણ પ્લેટફોર્મમાં પૈસા રોકવા માટે પ્રેરિત કરવામાં આવતો હતો. આ રીતે ઇન્ડોનેશિયા અને મલેશિયાના લોકોને નિશાન બનાવીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવતી હોવાની આશંકા છે.

355 મોબાઇલ અને 168 કમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત

પોલીસે દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક સાધનો જપ્ત કર્યા છે. જેમાં 355 મોબાઇલ ફોન, 168 ડેસ્કટોપ કમ્પ્યુટર, 26 લેપટોપ, 53 સિમ કાર્ડ અને 174 પાસપોર્ટનો સમાવેશ થાય છે.

મલેશિયન નાગરિકની ધરપકડ, બે ભારતીય આરોપીઓ ફરાર

આ કેસમાં પોલીસે 25 વર્ષીય મલેશિયન નાગરિક તાન ગુઆન વેઈની ધરપકડ કરી છે. તે આ નેટવર્કમાં વિદેશી નાગરિકોને તાલીમ આપતો હોવાનો આરોપ છે. જ્યારે ભારતીય હેન્ડલર સુનીલ કુમાર અને સુશીલ ભાટી હાલ ફરાર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે.

એક મલેશિયન નાગરિકે આશરે એક સપ્તાહ પહેલાં ઈ-મેઇલ દ્વારા દિલ્હી પોલીસને પોતાની આપવીતી જણાવી હતી. ત્યારબાદ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી અને આ મોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો હતો. હાલ પોલીસ આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો, નાણાકીય વ્યવહારો અને વિદેશી નાગરિકોને ભારત લાવનારા એજન્ટોની ભૂમિકા અંગે વધુ તપાસ કરી રહી છે.

Subscribe

Latest stories