HomeNationalVideo : મુંબઈમાં યુવક-યુવતી સાથે મારપીટનો વીડિયો વાયરલ, 8 સગીરો સામે ગુનો...

Video : મુંબઈમાં યુવક-યુવતી સાથે મારપીટનો વીડિયો વાયરલ, 8 સગીરો સામે ગુનો નોંધાયો

Date:

Related stories

મેટા ઓફિસમાં તોડફોડને લઈ ભાજપ-કોંગ્રેસ આમને-સામને, ભાજપે કોંગ્રેસને ગણાવી ‘ગુંડાઓની પાર્ટી’

નવી દિલ્હી/હૈદરાબાદ: સોશિયલ મીડિયા કંપની મેટા (Meta)ની ઓફિસમાં યુથ...

રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો પલટવાર, કહ્યું- ભારતને બદનામ કરવા માટે પૈસા આપવામાં આવે છે!

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના વડાપ્રધાન પદને...
spot_img

મુંબઈ: મુંબઈના કુર્લા વિસ્તારમાં યુવક અને યુવતી સાથે મારપીટ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને આઠ સગીરો સામે ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી મુજબ, કુર્લા વિસ્તારમાં આવેલા ફિનિક્સ માર્કેટસિટી મોલની પાછળ પ્રમોદ મહાજન ગાર્ડન નજીક યુવક અને યુવતી સાથે મારપીટ કરવામાં આવી હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં રોષ ફેલાયો હતો. સાથે જ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી.

વીડિયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને ઘટનામાં સંડોવાયેલા આઠ સગીરોની ઓળખ કરી હતી. મુંબઈ પોલીસના ડીસીપી જ્ઞાનેશ શિંદેએ જણાવ્યું હતું કે, તમામ આઠ સગીરો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

તમામ આરોપીઓ સગીર હોવાથી તેમને સામાન્ય આરોપીઓની જેમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે નહીં. પોલીસ દ્વારા તેમને કિશોર ન્યાય બોર્ડ (Juvenile Justice Board) સમક્ષ રજૂ કરવામાં આવશે. હાલ આ મામલે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Subscribe

Latest stories