HomeNationalઉત્તરકાશીમાં સુરતના શ્રદ્ધાળુઓની કાર ભાગીરથી નદીમાં ખાબકતાં 4નાં મોત, 2 મહિલાઓ લાપતા;...

ઉત્તરકાશીમાં સુરતના શ્રદ્ધાળુઓની કાર ભાગીરથી નદીમાં ખાબકતાં 4નાં મોત, 2 મહિલાઓ લાપતા; બચાવ કામગીરી તેજ

Date:

Related stories

ટ્રમ્પની મિડટર્મ ચૂંટણીમાં હારથી ભારત પર શું અસર પડશે? ટેરિફથી H-1B વિઝા સુધી બદલાઈ શકે છે અમેરિકાની નીતિનું ગણિત

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મળેલા ઝટકાની...
spot_img

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર ગુરુવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ગંગનાની નજીક શ્રદ્ધાળુઓથી ભરેલી ઇનોવા કાર અચાનક કાબૂ બહાર જતાં ઊંડી ખીણમાં ખાબકી હતી અને ત્યારબાદ ભાગીરથી નદીમાં પડી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી ચાર લોકોનાં મોત થયાં હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. બે મહિલાઓ હજુ પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માતમાં મૃતકોમાં સુરત નિવાસી અશોકભાઈ પટેલ (49) અને રુતિકા પટેલ (19), ઘનશ્યામભાઈ સરવાલિયા (32) અને સાથે કાર ડ્રાઈવર સુરેન્‍દ્ર સિંહનો સમાવેશ થાય છે. ગંભીર રીતે ઘાયલની ઓળખ વેદાંત અશોકભાઈ પટેલ તરીકે થઈ છે. ગુમ મહિલાઓમાં સુધાબેન પટેલ (45) અને કિરણબેન પટેલ (34)નો સમાવેશ થાય છે. કારમાં ડ્રાઈવર સહિત કુલ 7 લોકો સવાર હતા.

પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માત ગંગનાની ધર્મકુંડથી આશરે 20 મીટર આગળ ડબરાણી તરફ થયો હતો. કારમાં કુલ સાત લોકો સવાર હોવાનું જણાવવામાં આવ્યું છે. ગુરુવારે સવારે લગભગ 7:21 વાગ્યે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રને અકસ્માતની જાણ કરવામાં આવી હતી.

SDRF અને NDRFની ટીમો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન

અકસ્માાતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, SDRF અને 108 ઇમરજન્સી સર્વિસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી દરમિયાન નદી કિનારેથી ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. એક ઘાયલ વ્યક્તિને બહાર કાઢીને સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

બીજી તરફ, નદીના તેજ પ્રવાહને કારણે લાપતા લોકોની શોધખોળમાં મુશ્કેલીઓ પડી રહી છે. બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે 27 સભ્યોની NDRF ટીમને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

સુરતના પરિવારોમાં ચિંતાનો માહોલ

આ દુર્ઘટનામાં સુરતથી ગયેલા શ્રદ્ધાળુઓ હોવાની માહિતી સામે આવતાં તેમના પરિવારોમાં ચિંતાનો માહોલ છે. બે મહિલાઓની શોધખોળ માટે બચાવ ટીમો સતત પ્રયાસ કરી રહી છે. વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની દેખરેખ રાખવામાં આવી રહી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે.

Subscribe

Latest stories