HomeNationalદિવાળીમાં વિમાન ભાડામાં 700 ટકાનો વધારો, સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો

દિવાળીમાં વિમાન ભાડામાં 700 ટકાનો વધારો, સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો

Date:

Related stories

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...

Plane Crash Video: હવામાંથી મિસાઇલની જેમ ધસી આવ્યું બિઝનેસ જેટ, હાઇવે પર આગના ગોળામાં ફેરવાયું; 9નાં મોત

ફ્લોરિડામાં ભયાનક વિમાન દુર્ઘટનાનો વીડિયો વાયરલ: આકાશમાંથી ઝડપભેર નીચે...

૨ નવેમ્બર ૨૦૨૬, સોમવારનું દૈનિક રાશિફળ: જાણો તમામ 12 રાશિઓનું આજનું ભવિષ્યફળ

​મેષ (Aries): સોમવાર અને અષ્ટમી તિથિના પ્રભાવથી અટકેલા મહત્વના...
spot_img

સામી દિવાળીએ લોકો વતન પરિવાર પાસે જવા માટે વિમાન સેવાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ એરલાઈન્સો કમાઈ લેવા માટે ભાડામાં એક બે નહીં 700 ટકાનો વધારો કરે, ત્યારે સરકાર તો મૌન જ છે, પણ સુપ્રીમ કોર્ટે પણ દિવાળી માટે વિમાન ભાડામાં ભારે વધારા અંગેની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. વિમાની ભાડામાં થયેલા વધારાને પગલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરનારા અરજદારે આરોપ લગાવ્યો હતો કે વિમાન ભાડામાં ભારે વધારો બંધારણ દ્વારા બાંયધરીકૃત મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. સોમવારે, સુપ્રીમ કોર્ટે તહેવારોની મોસમ, ખાસ કરીને દિવાળી દરમિયાન વિમાન ભાડામાં ભારે વધારા સામે દાખલ કરાયેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. અરજદારે દલીલ કરવાનો પ્રયાસ કર્યો હતો કે તે બંધારણની કલમ 14નું ઉલ્લંઘન કરે છે, પરંતુ સુપ્રીમ કોર્ટે વળતો જવાબ આપ્યો હતો કે જો ભાડા ઊંચા હોય, તો “હવાઈ મુસાફરી ન કરો.”

Subscribe

Latest stories