HomeNagar Charyaસુરત મહાપાલિકાના ડાયરેક્ટર ઑફ પ્લાનિંગ અનેસુરત શહેરને માળખાગત આકાર આપનાર મક્કમ મિજાજી...

સુરત મહાપાલિકાના ડાયરેક્ટર ઑફ પ્લાનિંગ અનેસુરત શહેરને માળખાગત આકાર આપનાર મક્કમ મિજાજી આર.ડી. દેસાઇ સૈકાઓ સુધી યાદ રહેશે

Date:

Related stories

પેટ્રોલની નિકાસ પર એક્સાઇઝ ડ્યૂટી નાબૂદ, રિલાયન્સ સહિત નિકાસકર્તાઓને ફાયદો

વૈશ્વિક ઊર્જા બજારમાં ચાલી રહેલી અસ્થિરતા અને પશ્ચિમ એશિયામાં...

આજનું રાશિફળ ૩૧ ઓક્ટોબર ૨૦૨૬: શનિવારે આ ૫ રાશિઓનું ચમકશે ભાગ્ય, જાણો મેષથી મીન સુધીની તમામ ૧૨ રાશિઓનું ભવિષ્ય

​મેષ (Aries): શનિવારના પ્રભાવથી કાર્યક્ષેત્રે તમારી મહેનત અને વ્યવહારકુશળતાની...

ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના: બદ્રીનાથથી પરત ફરતું હેલિકોપ્ટર જોશીમઠ નજીક ક્રેશ, 6 લોકોનાં મોત

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં જોશીમઠ નજીક હેલિકોપ્ટર દુર્ઘટનાના સમાચાર સામે...

PM મોદીએ અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ અને મહેસાણા-બેચરાજી-સાબરમતી MEMU ટ્રેનને આપી લીલી ઝંડી

ગુજરાતના ઉત્તર ભાગના મુસાફરો માટે રેલવેની નવી સુવિધા, વિદ્યાર્થીઓ,...
spot_img

મોગલ અને અંગ્રેજના જમાનાના અને આડેધડ વસેલા સુરતના માળખાગત વિકાસ માટે આર.ડી. દેસાઇએ પોતાનો જીવ રેડીને સખત મહેનત કરી હતી

સુરત મહાપાલિકાના ડાયરેક્ટર ઑફ પ્લાનિંગ તરીકે તેમણે અનેક મોરચે લડાઇઓ લડીને આજના સુવ્યવસ્થિત સુરતના વિકાસનો પાયો નાંખ્યો હતો

સુરતના ટાઉન પ્લાનિંગ માટે તેમણે અનેક વખત બિલ્ડર્સ અને ખુદ શાસકો સામે પણ બાંયો ચઢાવી હતી પરંતુ ટી.પી.સ્કીમના અમલમાં ક્યારેય બાંધછોડ કરી નહોતી

અનાવિલ દેસાઇ એટલે સ્વભાવ આકરો રહેવાનો જ, પરંતુ શહેરની વિકાસ યોજનાઓમાં તેમનો સ્વભાવ જમા પાસું બની ગયો હતો, પરિણામે સુરતના રીંગરોડ સહિતની યોજનાઓ આર.ડી.દેસાઇના આયોજનની ફળશ્રુતિ હતી

સુરત મહાપાલિકામાં આર.ડી. દેસાઇના વિશેષ મિત્રો નહોતા પરંતુ ચીફ ઓડિટર દિનેશચંદ્ર મસાલાવાળા, PRO અનિલકિશોર પંડ્યા, ચીફ ફાયર ઓ‌‌િફસર જયંત ભટ્ટ આર.ડી.ના ગુસ્સાને નિયંત્રણમાં રાખી શકતા હતા, પૂર્વ મેયર મદનલાલ બુનકી, અજય ચોકસીની આર.ડી. દેસાઇની કેબિનમાં અચુક હાજરી જોવા મળતી હતી

સુરત મહાપાલિકાના નિવૃત્ત ટાઉન પ્લા‌‌િનંગ અધિકારી આર.ડી. દેસાઇનું ગઇકાલે શુક્રવાર તા.૩૦ ઓક્ટોબરના રોજ નિધન થવા સાથે સુરતે શહેરની નગરરચનાને આકાર આપનારા એક વરિષ્ઠ અધિકારી ગુમાવ્યા હતા. અનાવિલ પરિવારમાંથી આવતા આર.ડી. દેસાઇ એક એવા અધિકારી હતા કે જેમણે સુરત શહેરની નગરરચનાને આકાર આવ્યો હતો.
મોગલ સલ્તનત અને અંગ્રેજોના જમાનાનું ઐતિહાસિક નગર તાપી નદીના કિનારે વસેલું હોવાથી અહીં ટાઉન પ્લાનિંગને કોઇ જ અવકાશ નહોતો. નાની અને સાંકડી શેરીઓમાં વસેલા સુરતના અત્યારના વિરાટ વિકાસની કોઇને કલ્પના પણ નહીં હોય. દર વર્ષે તાપી નદીના પૂરની થાપટો ઝીલતા આવેલા સુરતનું આયોજનબધ્ધ પ્લાનિંગ કરવાની આર.ડી.દેસાઇએ પહેલ કરી હતી. એ જમાનામાં લોકો પણ વિચારતા નહોતા કે ‘ટાઉન પ્લાનિંગ’ નામનું કોઇ આયોજન કરી શકાય પરંતુ સ્વભાવમાં આકરા અને માથા ફરેલા માનવામાં આવતા આર.ડી. દેસાઇ એટલે કે રમેશચંદ્ર ધીરૂભાઇ દેસાઇએ સુરત શહેરને પ્લા‌‌િનંગથી વસાવવાની પહેલ કરી હતી.
સુરત નજીકના કોસમાડા ગામના મૂળ વતની આર.ડી. દેસાઇએ વડોદરાની એમ.એસ.ય‌ુનિવર્સિટીમાંથી આર્કિટેકચરની અને દિલ્હીની નેશનલ સ્કુલ ઓફ પ્લાનિંગમાંથી ટાઉનપ્લાનર તરીકેની ડીગ્રી હાંસલ કરી હતી. આર.ડી. દેસાઇના પિતા ધીરૂકાકા એટલે કે ધીરજલાલ દેસાઇ પણ સુરતમાં આગલી હરોળના જાણીતા આગેવાન હતા. ધીરૂકાકા તેમની જ્યોતિષ પ્રવૃત્તિને કારણે સુરતમાં લોકપ્રિય હતા. ધીરૂકાકાના ત્રણ સંતાનો પૈકીના આર.ડી.દેસાઇએ સુરત મહાપાલિકાના શહેર વિકાસ વિભાગને આયોજનબધ્ધ નવી ‌‌‌િદશા આપી હતી. ૧૯૬૭-૬૮ના દાયકામાં જ્યારે લોકો ટાઉન પ્લા‌‌િનંગની વ્યાખ્યા કરી શકતા નહોતા કે બાંધકામના નકશા, રોડ-રસ્તાને સમજી શકતા નહોતા, એ દિવસોમાં આર.ડી. દેસાઇએ સુરત મહાપાલિકાના શહેર વિકાસ વિભાગનું સુકાન સંભાળ્યું હતું અને પુરેપુરી કડકાઇ સાથે ટાઉન પ્લા‌‌િનંગના અમલની શરૂઆત કરી હતી. જેના કારણે આર.ડી. દેસાઇ સામે વિરોધનો વંટોળ પણ ઉઠ્યો હતો. ખુદ શાસકો આર.ડી. દેસાઇની કડકાઇને સહન કરી શકતા નહોતા કારણ એ જમાનાના માથાભારે ગણાતા બિલ્ડરો માટે બાંધકામના નિયમો, ટાઉન પ્લાનિંગનું કોઇ વજુદ નહોતું, બિલ્ડરો માટે પોતીકા કાયદાઓ હતા. જ્યારે વ્યક્તિગત બાંધકામ કરનારા લોકો એવું માનતા હતા કે અમારી માલિકીની જમીનમાં અમે અમારી રીતે બાંધકામ કરીએ તેમાં મ્યુનિસિપાલિટીને વાંધો શા માટે હોઇ શકે?
એક તરફ લોકોની બિન્દાસ માન્યતા અને બીજી તરફ ટાઉન પ્લાનિંગનો અમલ કરવાનું અશક્ય લાગતુ કામ પાર પાડવાનું આર.ડી. દેસાઇએ બીડું ઝડપ્યું હતું. વળી તેમના હાથ નીચે પણ કોઇ જ બાહુબલી અધિકારીઓ નહોતા છતાં આર.ડી.દેસાઇએ સુરત શહેરને આયોજનબધ્ધ આકાર આપવા બાથભીડી હતી. શરૂઆતના દિવસોમાં હોબાળા થયા, લોકોના મોરચા પણ આવ્યા પરંતુ આર.ડી. દેસાઇ સ્વભાવે પાકા અના‌‌િવલ બનીને સંજોગો સામે લડતા રહ્યા હતા. કેટલીક વખત તો શહેર વિકાસ અધિકારીઓ પણ લોકોના વિરોધ સામે હારી જતા હતા પરંતુ આર.ડી.દેસાઇની અડીખમ મક્કમતાને કારણે શહેર વિકાસ વિભાગમાં પણ નવું જોમ આવ્યું હતું અને હાથ નીચેના અધિકારીઓ આર.ડી. દેસાઇના નામે તરી જતા હતા.
આ તરફ કોઇ બિલ્ડર તો ઠીક શાસક પક્ષના નેતાની પણ તાકાક નહોતી કે આર.ડી.દેસાઇને આંખ આડા કાન કરવાનું કહી શકે. સુરત મહાપાલિકાના વહિવટી અધિકારીઓમાં પણ તેમની એક અલગ દુનિયા હતી. આના કારણે તેમણે કાનુની લડાઇ પણ લડવી પડી હતી. ‘ડાયરેક્ટર ઓફ ટાઉન પ્લાનિંગ’’ એટલે DOPના હોદ્દા માટે આર.ડી. દેસાઇએ કાનુની જંગ છેડ્યો હતો એ સમયના મ્યુનિ. કમિશ્નર સામે પણ તેમણે સિધ્ધાંતો માટે થઇને બાંયો ચઢાવી હતી અને લડાઇના અંતે DOPનો હોદ્દો મેળવવામાં સાકાર થયા હતા.
સુરત મહાપાલિકાની કચેરીમાં એ વર્ષોમાં કર્મચારી યુનિયનો પણ જબરજસ્ત સક્રિય હતા. યુનિયનના નેતાની મરજી વગર કોઇ નિર્ણય કરવાનું શાસકોનું કે વહિવટી પાંખનું ગજું નહોતું તેમ છતાં આર.ડી. દેસાઇ પોતાના નિર્ણયો પાર પાડવામાં હંમેશા સફળ રહેતા હતા.
એ સમયે સુધરાઇ કર્મચારી મંડળના પ્રમુખ પણ અનાવિલ ઇશ્વરલાલ દેસાઇ હતા, તેમની સાથે નામદેવ શેણમારે, કચરા વિઠ્ઠલ અને મેઘજીભાઇ સોલંકી જેવા યુનિયનના લડાયક આગેવાનો હતા.
ખેર, આર.ડી. દેસાઇ ૧૯૬૭માં સુરત મહાપાલિકાની નોકરીમાં જોડાયા અને વર્ષ ૨૦૦૦માં નિવૃત્ત થયા. આ વર્ષો દરમિયાન તેમણે કરેલા કાર્યો અને ટાઉન પ્લા‌‌િનંગ અંગે લીધેલા નિર્ણયોને કારણે આજે સુરત અેક વિકસિત સુરતના રૂપમાં જોઇ શકાય છે. નવી પેઢીના લોકોને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે સુરતના રોડ, રસ્તા બિ‌‌િલ્ડંગના સંપૂર્ણ પ્લાનિંગ માટે આર.ડી. દેસાઇનો ખુબ મોટો સિંહફાળો હતો.
આર.ડી.દેસાઇ સ્વભાવે આકરા હતા પરંતુ શહેરના સુવ્યવસ્થિત પ્લા‌‌િનંગ માટે પણ એટલા જ આગ્રહી હોવાથી શહેરના મોટા ગજાના બિલ્ડરો માટે તેઓ ઘણી વખત અપ્રિય થઇ પડતા હતા. પરંતુ તેમણે ક્યારેય પણ બાંધછોડ કરી નહોતી.
સુરત મહાપાલિકાના વરિષ્ઠ અધિકારીઓ પૈકી ચીફ ઓડિટર દિનેશ મસાલાવાળા, ચીફ ફાયર ઓફિસર જયંત ભટ્ટ અને પીઆરઓ અનિલકિશોર પંડ્યા સાથે તેમની નજીકની દોસ્તી હતી. ઘણી વખત આર.ડી. દેસાઇની સૈધ્ધાંતિક નારાજગી દૂર કરવા માટે ચીફ ઓડિટર દિનેશચંદ્ર મસાલાવાળાને વચ્ચે નાંખવા પડતા હતા. આ ઉપરાંત PRO અનિલકિશોર પંડ્યાની કુનેહ અને ચીફ ફાયર ઓફિસર જયંત ભટ્ટના રમૂજી સ્વભાવને કારણે આર.ડી.દેસાઇના ચહેરા ઉપર હાસ્ય ફરી વળતું હતું. આ ઉપરાંત પૂર્વ મેયર મદનલાલ બુનકી, અજય ચોકસી અને ઉદ્યોગપતિ કિરીટ મારફતિયા અવારનવાર તેમની કેબિનમાં જોવા મળતા હતા.
આર.ડી. દેસાઇનું મોટું મિત્રવર્તુળ નહોતું અને તેમ છતાં ખૂબ મોટા વર્ગમાં તેઓ આદરપાત્ર હતા અને અનાવિલ સમાજની સંસ્થા દયાળજી બાગ સાથે સંકળાયેલા હતા.
તેઓ સુરત મહાપાલિકામાં જોડાતા પૂર્વે રાજ્ય સરકારની નોકરીમાં પણ જોડાયા હતા. પરંતુ વતનમાં જ નોકરી કરવાના નિશ્ચયને કારણે સુરત મહાપાલિકાની નોકરી સ્વીકારી હતી. મોટાભાઇ પ્રવિણભાઇ દેસાઇ તેમની બીમારીના સમયે સતત હાજર રહ્યા હતા. તેમના નાનાભાઇ હરેશ દેસાઇ પણ સતત પડખે રહ્યા હતા.
ગત શુક્રવારના સવારે આર.ડી.દેસાઇએ અંતિમ શ્વાસ લીધા ત્યારે પરિવારના સભ્યો અને નજીકના મિત્રો ઉપસ્થિત હતા. જ્યારે અંતિમયાત્રામાં સુરત મહાપાલિકાના ભૂતપૂર્વ અધિકારીઓ અને વર્તમાન અધિકારીઓ, કર્મચારીઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા.
આર.ડી. દેસાઇના ધર્મપત્ની દેવ્યાનીબેન પણ એક શિક્ષણશાસ્ત્રી હતાં. વાડિયા વિમેન્સ કોલેજના પ્રાધ્યાપક હતાં તેમણે અત્યંત ભારે હૃદયે સદ્ગત આર.ડી.દેસાઇને અંતિમ વિદાય આપી ત્યારે સમય પણ થંભી ગયો હતો.

Subscribe

Latest stories