સુરત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનને સંબોધીને લખાયેલા પત્રમાં દવાના હોલસેલ વેપારીઓને રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર (RMP) ને દવાઓ સપ્લાય કરતા પહેલાં તેમનું માન્ય ડિગ્રી સર્ટિફિકેટ મેળવી લેવાની સૂચના આપવામાં આવી છે.
પત્રમાં જણાવ્યા મુજબ, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 અને તેના હેઠળના નિયમો અનુસાર દવાઓનું વેચાણ અને સપ્લાય અધિકૃત વ્યક્તિઓને જ કરવાનું રહેશે. આ માટે તમામ હોલસેલ સભ્યોને ખાસ સૂચના આપવામાં આવી છે કે, જ્યારે પણ કોઈ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર (ડોક્ટર) ને દવાઓનો સપ્લાય કરવામાં આવે, ત્યારે તેમના માન્ય ડિગ્રી સર્ટિફિકેટની ચકાસણી કરીને તે અગાઉથી મેળવી લેવું.
આ ઉપરાંત, સંબંધિત ડોક્ટરના ડિગ્રી સર્ટિફિકેટનો રેકોર્ડ પોતાની પેઢી પર જાળવી રાખવા પણ તાકીદ કરવામાં આવી છે. આ સૂચનાનો હેતુ દવાઓના વેચાણ અને સપ્લાય દરમિયાન જરૂરી દસ્તાવેજોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે.
હોલસેલ વેપારીઓએ સૂચનાનું પાલન કરી દવાઓના સપ્લાય પહેલાં જરૂરી દસ્તાવેજો મેળવીને રેકોર્ડ જાળવવાનો રહેશે.








