HomeSurat Cityસુરત: વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરનાર ત્રણ યુવકો ઝડપાયા, મજાક ખાતર...

સુરત: વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરનાર ત્રણ યુવકો ઝડપાયા, મજાક ખાતર પથ્થર ફેંક્યાની કબૂલાત

Date:

Related stories

બિસ્લેરીના પાણીના સેમ્પલ ટેસ્ટમાં ફેલ, FSSAIની કડક કાર્યવાહી; 5 કંપનીઓ સામે કાનૂની પગલાં

દેશની જાણીતી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર કંપની બિસ્લેરી ઇન્ટરનેશનલની મુશ્કેલી...

મેટા ઓફિસમાં તોડફોડને લઈ ભાજપ-કોંગ્રેસ આમને-સામને, ભાજપે કોંગ્રેસને ગણાવી ‘ગુંડાઓની પાર્ટી’

નવી દિલ્હી/હૈદરાબાદ: સોશિયલ મીડિયા કંપની મેટા (Meta)ની ઓફિસમાં યુથ...
spot_img

સુરત: ઉદયપુરથી સુરત તરફ આવી રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરી બારીઓના કાચને નુકસાન પહોંચાડવાના આરોપમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા ત્રણ યુવકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ માત્ર મજાક ખાતર ટ્રેન પર પથ્થર ફેંક્યા હોવાનું જણાવ્યું હતું.

આ ઘટના 19 ઓક્ટોબરના રોજ બની હતી. ટ્રેન નંબર 26904 ઉતરાણ અને સુરત રેલવે સ્ટેશન વચ્ચે પસાર થઈ રહી હતી ત્યારે તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ટ્રેનના C-6 કોચની બે બારીઓના કાચ અને પેન્ટ્રી કાર પાસેની એક બારીના કાચને નુકસાન થયું હતું. જોકે, સદનસીબે કોઈ મુસાફર કે રેલવે કર્મચારીને ઈજા થઈ નહોતી.

CCTV ફૂટેજની મદદથી આરોપીઓ ઝડપાયા

ઘટનાની જાણ મળતાં સુરત RPFની ટીમે તપાસ શરૂ કરી હતી. RPFના ઇન્સ્પેક્ટર દિનેશ યાદવના નેતૃત્વમાં સબ-ઇન્સ્પેક્ટર અમિત કુમાર અને આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર પ્રેમસિંહ હાડા સહિતના કર્મચારીઓ તપાસમાં જોડાયા હતા.

શરૂઆતમાં રેલવે યાર્ડ, તાપી નદીના કિનારા અને રેલવે ટ્રેક નજીકની ઝાડીઓમાં શોધખોળ કરવામાં આવી હતી. જોકે, શરૂઆતની તપાસમાં કોઈ કડી મળી નહોતી. ત્યારબાદ તપાસકર્તાઓએ રેલવે ટ્રેક નજીકના CCTV કેમેરા અને ટ્રેનમાં લાગેલા કેમેરાનાં ફૂટેજ તપાસ્યા હતા. CCTV ફૂટેજ અને સ્થાનિક માહિતીના આધારે ત્રણેય શંકાસ્પદ યુવકોની ઓળખ કરી તેમને ઝડપી લેવામાં આવ્યા હતા.

બિહારના ત્રણ યુવકોની ધરપકડ

પકડાયેલા આરોપીઓની ઓળખ ગોલુ કુમાર ચૌધરી (ઉંમર 22 વર્ષ), સંદેશ કુમાર (ઉંમર 18 વર્ષ) અને મંતોષ મુખિયા (ઉંમર 18 વર્ષ) તરીકે થઈ છે. ત્રણેય મૂળ બિહારના રહેવાસી છે અને છેલ્લા બે વર્ષથી રેલવે ટ્રેક નજીક આવેલી એક ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

હાલમાં RPF દ્વારા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Subscribe

Latest stories