HomeNationalરાહુલ ગાંધીનો દાવો: “પોલીસે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને નિર્દયતાથી માર માર્યો, વિદ્યાર્થિનીએ એક કાનથી...

રાહુલ ગાંધીનો દાવો: “પોલીસે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને નિર્દયતાથી માર માર્યો, વિદ્યાર્થિનીએ એક કાનથી સાંભળવાની ક્ષમતા ગુમાવી”

Date:

Related stories

BJP નેતાને ફાર્મ હાઉસમાં બંધકબનાવી માર માર્યા, હાથ-પગ બાંધીને બદમાશોએ લૂંટી લીધા આટલા લાખ !

કાનપુરમાં ભાજપના પછાત વર્ગ મોરચાના પ્રદેશ મંત્રી રમેશ યાદવને...

14 ઓક્ટોબરનું દૈનિક રાશિફળ: જાણો તમામ 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ!

​મેષ (Aries): બુધવાર અને વિનાયક ચતુર્થીના શુભ સંયોગથી તમારી...

બિહારના વૈશાલીમાં ગંગા નદીમાં હોડી ડૂબી, 13નાં મોત: મૃતકોમાં એક જ પરિવારની 7 બાળકીઓનો સમાવેશ

બિહારના વૈશાલી જિલ્લામાં મંગળવારે ગંગા નદીમાં હોડી પલટી જતાં...

ધરપકડ બાદ સૌરવ દાસ અને આશુતોષ રાંકાને તિહાર જેલમાં મોકલાયા, શું હતો ગુનો અને કેમ મળી સજા?

દિલ્હીના જંતર-મંતર પર પરવાનગી વિના પ્રદર્શન કરવાના આરોપમાં કોકરોચ...
spot_img

ઘાયલ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ સાથે બર્બરતા કરનાર તમામ લોકોને સજા અપાવવામાં આવશે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે દિલ્હી પોલીસ પર આરોપ લગાવ્યો કે તેણે NSUI (કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ)ના કાર્યકરો સહિત અન્ય પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સાથે નિર્દયતાથી મારપીટ કરી હતી. CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન આ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

રાહુલ ગાંધીએ દાવો કર્યો કે કેરળની એક મહિલા પ્રદર્શનકારીને પોલીસ દ્વારા કથિત રીતે માર મારવામાં આવતાં તેના એક કાનની સાંભળવાની ક્ષમતા જતી રહી છે.

પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં રાહુલ ગાંધીએ કહ્યું કે કેરળની અથીરા નામની વિદ્યાર્થિનીના એક કાનથી સાંભળવાનું બંધ થઈ ગયું છે. હવે તે એક કાનથી સાંભળી શકતી નથી.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, “ગયા વખતે મેં તમને એક એવા યુવકને બતાવ્યો હતો, જેની આંખોની રોશની જતી રહી હતી. હવે એક વિદ્યાર્થિની એક કાનથી સાંભળી શકતી નથી.”

આ તમામ આરોપો રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યા છે. ઘટનાને લઈને દિલ્હી પોલીસનું પક્ષ જાણ્યા બાદ જ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થઈ શકશે.

Subscribe

Latest stories