HomeInternationalઓસ્ટ્રેલિયા જતાં ગુજરાતીઓ માટે મોટા સમાચાર: જાણો કોને થશે ફાયદો અને નુકસાન!

ઓસ્ટ્રેલિયા જતાં ગુજરાતીઓ માટે મોટા સમાચાર: જાણો કોને થશે ફાયદો અને નુકસાન!

Date:

Related stories

માતાના અંતિમ સંસ્કાર માટે AI ની મદદ લેવી શખ્સને ભારે પડી, જાણો શું છે આખો મામલો!

શું તમે ક્યારેય કલ્પના કરી છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ...
spot_img

ઓસ્ટ્રેલિયામાં સેટલ થવાના સપનાં જોતા ગુજરાતી યુવાનો અને ખાસ કરીને પરણિત યુગલો માટે એક મોટા સમાચાર છે. જો તમે સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા જઈને પછીથી તમારા પાર્ટનર કે પત્નીને ‘ડિપેન્ડન્ટ વિઝા’ પર ત્યાં બોલાવવાની ગણતરી રાખી રહ્યા છો, તો તમારા આ આયોજન પર મોટું ગ્રહણ લાગી શકે છે. ઓસ્ટ્રેલિયાના ઈમિગ્રેશન મંત્રી ટોની બર્કે 17 સપ્ટેમ્બરના રોજ દેશની ઈમિગ્રેશન પોલિસીમાં કેટલાક કડક અને ઐતિહાસિક ફેરફારોની જાહેરાત કરી છે. આ નવા નિયમો કોના માટે મુશ્કેલી વધારશે અને કોને મોટો ફાયદો કરાવશે, તેનું સંપૂર્ણ ગણિત દરેક વિઝા અરજદારે સમજવું જરૂરી છે.

સ્ટુડન્ટ વિઝા પર ડિપેન્ડન્ટ્સ (સ્પાઉસ/બાળકો) ને નો-એન્ટ્રી

ઓસ્ટ્રેલિયન સરકારના નવા નિયમ મુજબ, હવેથી મોટાભાગના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ (International Students) નવી વિઝા અરજીમાં પોતાના જીવનસાથી (સ્પાઉસ) કે બાળકોને ડિપેન્ડન્ટ તરીકે સાથે નહીં લઈ જઈ શકે. આંકડાઓ પર નજર કરીએ તો, ગત વર્ષે ઓસ્ટ્રેલિયામાં મંજૂર થયેલા 3.37 લાખ સ્ટુડન્ટ વિઝામાંથી આશરે 45 હજારથી વધુ વિઝા માત્ર ડિપેન્ડન્ટ્સના હતા. ઈમિગ્રેશન સિસ્ટમના થતા દુરુપયોગને રોકવા અને હાઉસિંગ ક્રાઈસિસ ઘટાડવા માટે આ કડક નિર્ણય લેવાયો છે.

જોકે, પીએચડી (PhD) કરતા વિદ્યાર્થીઓ અને કેટલાક પેસિફિક તથા આસિયાન (ASEAN) દેશોના વિદ્યાર્થીઓને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. રાહતની વાત એ પણ છે કે જે પરિવારો અત્યારે ડિપેન્ડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરી રહ્યા છે, તેમને આ નવા નિયમની કોઈ જ અસર થશે નહીં.

કોર્સ ડાઉનગ્રેડ કરવા પર સખત પ્રતિબંધ

અભ્યાસ માટે જતા ઘણા વિદ્યાર્થીઓ અગાઉ બેચલર કે માસ્ટર ડિગ્રીના નામે વિઝા મેળવીને, ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ સસ્તા કે લોઅર લેવલના ડિપ્લોમા કોર્સમાં એડમિશન ટ્રાન્સફર કરી લેતા હતા. હવે આ ‘વિઝા હોપિંગ’ (Visa Hopping) પ્રથા પર સખત બ્રેક વાગશે.

નવા નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓ પોતાનો કોર્સ ડાઉનગ્રેડ નહીં કરી શકે. જો તેમને ત્યાં આગળ ભણવું હોય, તો હાયર લેવલના જ કોર્સ કરવા પડશે (જેમ કે બેચલર વાળાએ ફરજિયાત માસ્ટર્સ જ કરવું પડશે). સૌથી મોટો ફેરફાર એ છે કે, હવે માત્ર કોર્સ ટ્રાન્સફર કરવાથી કામ નહીં ચાલે, તે માટે નવેસરથી આખી વિઝા એપ્લિકેશન કરવી પડશે.

વિઝિટર વિઝા પર ‘નો ફર્ધર સ્ટે’ અને બ્રિજિંગ વિઝાના રસ્તા બંધ

અત્યાર સુધી ઘણા લોકો વિઝિટર કે ટુરિસ્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા પહોંચી જતા અને ત્યાંથી જ સ્ટુડન્ટ કે વર્ક વિઝા માટે અરજી કરી દેતા હતા. આ દરમિયાન તેમને ‘બ્રિજિંગ વિઝા’ મળી જતા, જેમાં તેઓ કાયદેસર રીતે રહી શકતા અને કામ પણ કરતા હતા. પરંતુ હવે સરકારે તમામ નવા વિઝિટર વિઝા પર “No Further Stay” (નો ફર્ધર સ્ટે) કન્ડિશન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

આનો સીધો અર્થ એ છે કે તમારા ટુરિસ્ટ વિઝા પૂરા થાય એટલે તમારે ફરજિયાત સ્વદેશ પરત આવવું પડશે; ઓસ્ટ્રેલિયાની ધરતી પર રહીને તમે અન્ય કોઈ ટેમ્પરરી વિઝા માટે ફાઈલ મૂકી શકશો નહીં. જે લોકો ખરેખર માત્ર ફરવાના હેતુથી જ જવા માંગે છે, તેમને વિઝિટર વિઝા મેળવવામાં કોઈ તકલીફ નહીં પડે.

નવા નિયમોથી કોને ફાયદો અને કોને નુકસાન?

કોને થશે નુકસાન: જે ગુજરાતી યુગલો લગ્ન પછી સ્પાઉસ વિઝા દ્વારા બંને જણા એકસાથે ઓસ્ટ્રેલિયા સેટલ થવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા, તેમના માટે આ શોર્ટકટ લગભગ બંધ થઈ ગયો છે. હવે કાં તો બંનેએ અલગ અલગ રીતે વિઝા મેળવવા પડશે અથવા તો સિંગલ જવું પડશે.

કોને થશે ફાયદો: જે ‘જેન્યુઈન’ સિંગલ સ્ટુડન્ટ્સ છે તેમના વિઝા મંજૂર થવાના ચાન્સ ખૂબ વધી જશે. અગાઉ ડિપેન્ડન્ટ્સ ત્યાં જઈને ફૂલ ટાઈમ કામ કરતા હતા, જેથી વિદ્યાર્થીઓ માટે નોકરીઓની સ્પર્ધા વધતી હતી. હવે તેમનો પ્રવેશ બંધ થતાં, સ્થાનિક લેવલે ભણતા ભારતીય વિદ્યાર્થીઓ માટે પાર્ટ-ટાઇમ જોબ અને વધુ વર્કિંગ અવર્સ મેળવવાનું ખૂબ જ સરળ બની જશે.

ઇમિગ્રેશન કોટા, અને એક્સપર્ટની સલાહ

સરકારનો મુખ્ય લક્ષ્યાંક આગામી વર્ષોમાં કુલ વાર્ષિક માઇગ્રેશન ઘટાડીને 2.25 લાખ સુધી લઈ જવાનો છે. જોકે, જેઓ ‘સ્કીલ્ડ બેઝ ઈમિગ્રેશન’ (Skilled Migration) હેઠળ પોતાની શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધારે ડાયરેક્ટ પરમેનન્ટ રેસિડન્સી (PR) માટે એપ્લાય કરે છે, તેમના માટે હજુ પણ વાર્ષિક 1 લાખથી વધુનો ક્વોટા અકબંધ રહેવાની પૂરી સંભાવના છે.

ઈમિગ્રેશન નિષ્ણાતોના મતે, જો તમે હજુ વિઝા એપ્લાય કરવાનું વિચારી રહ્યા છો, તો ઉતાવળ કરીને કોઈ નબળી ફાઈલ ન મૂકવી. આ નિયમોની સત્તાવાર કાયદાકીય જાહેરાત આગામી થોડા મહિનાઓમાં થવાની છે. ઓસ્ટ્રેલિયા આજે પણ જેન્યુઈન વિદ્યાર્થીઓને આવકારે છે, પરંતુ શરત માત્ર એટલી છે કે તમારું કરિયર અને યોગ્ય એજ્યુકેશન પાથ નક્કી કરીને ભારતમાંથી જ સાચો કોર્સ પસંદ કરો, જેથી ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જઈને કોઈપણ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે.

Subscribe

Latest stories