HomeScience & Technologyતમારા ઘરની વાતો કેટલી સુરક્ષિત? Smart TV અંગે સામે આવ્યો મોટો પ્રાઇવસીનો...

તમારા ઘરની વાતો કેટલી સુરક્ષિત? Smart TV અંગે સામે આવ્યો મોટો પ્રાઇવસીનો સવાલ

Date:

Related stories

અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, ઝાયડસ સ્કૂલમાં રજા જાહેર

અમદાવાદમાં ફરી એકવાર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં...

Appleના નવા Foldable Phone પર Samsungનો કટાક્ષ!

એપલના પ્રથમ ફોલ્ડેબલ iPhone Duoના લોન્ચ સાથે જ ટેક...

ક્રૂડ ઓઈલ મોંઘું થયું તો ભારત પર શું અસર? શેરબજાર માટે પણ વધ્યો ખતરો

ક્રૂડ ઓઈલ ફરી એકવાર વૈશ્વિક બજારો માટે સૌથી મોટું...

અહંકારની એકક્ષણ સંબંધોનો વિનાશ વેરવા માટે પુરતી-શ્રેણિક વિદાણી

માનવ જીવનમાં સંબંધો જેટલા મહત્વના છે, તેટલા જ નાજુક...

થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે સુરતમાં રક્તદાન કેમ્પનું આયોજન

સુરત શહેર પોલીસ ઝોન-4 અને પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સંયુક્ત...
spot_img

દીવાલોને કાન હોય છે સાંભળવામાં આવ્યું છે પણ હવે તોહ ટીવી પણ સાંભળી શકે છે એ દાવો સામે આવી રહ્યો છે. સ્માર્ટ ટીવીને આપણે મનોરંજનનું સાધન માનીએ છીએ, પરંતુ તાજેતરની એક તપાસે તેની પ્રાઇવસી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્વતંત્ર સુરક્ષા સંશોધકોએ કરેલી તપાસમાં કેટલાક LG OLED ટીવીમાં સ્ક્રીન બંધ અથવા સ્ટેન્ડબાય સ્થિતિમાં પણ માઇક્રોફોન ઓડિયો કેપ્ચર થતો હોવાનો દાવો કર્યો છે.

તપાસ દરમિયાન નેટવર્ક ટ્રાફિકનું વિશ્લેષણ કરતા સંશોધકો દ્વારા નેટવર્ક ટ્રાફિકનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સંશોધકોના જણાવ્યા મુજબ, LGના કેટલાક ટીવી લોકલ નેટવર્કને સ્કેન કરીને ફોન, સ્માર્ટવોચ અને અન્ય ડિવાઇસની માહિતી શોધી શકતા હતા. નજીકના Wi-Fi નેટવર્કના નામ અને સિગ્નલની તાકાત પણ એકત્ર થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સૌથી ગંભીર દાવો ઓડિયો રેકોર્ડિંગને લઈને છે. રિપોર્ટ મુજબ, ઇન્ટરનેટ કનેક્શન ન હોવા છતાં પરીક્ષણ દરમિયાન ટીવીએ ઓડિયો સ્થાનિક રીતે સ્ટોર કર્યો અને ફરી ઓનલાઈન થયા બાદ તેને મોકલવાની ક્ષમતા દર્શાવી હતી.

જોકે LGએ આ આરોપોને નકારી કાઢ્યા છે. કંપનીનું કહેવું છે કે વૉઇસ ડેટા ત્યારે જ પ્રોસેસ થાય છે જ્યારે રિમોટનું વૉઇસ બટન દબાવવામાં આવે અથવા અગાઉથી સક્રિય કરાયેલા ફાર-ફિલ્ડ ફીચરમાં “Hi LG” જેવા વેક-વર્ડથી ફંક્શન સક્રિય થાય. કંપનીએ ACR ફીચર પણ ઑપ્ટ-ઇન હોવાનો દાવો કર્યો છે.

Subscribe

Latest stories

spot_img