HomeSportsVIDEO: વૈભવ સૂર્યવંશીએ દુલીપ ટ્રોફીમાં 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડી રચ્યો ઈતિહાસ

VIDEO: વૈભવ સૂર્યવંશીએ દુલીપ ટ્રોફીમાં 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડી રચ્યો ઈતિહાસ

Date:

Related stories

‘મુંબઈ પોલીસ’નો એક ફોન અને પૂર્વ IPSના પરિવારના ખાતાં ખાલી!

વડોદરામાં સાયબર ઠગોએ એવો ભય ઊભો કર્યો કે પરિવારને...

શ્રીરામ સાથે છેતરપિંડી? આ મંદિરને દાનનો આટલાં કરોડનો ચેક બાઉન્સ

એક તરફ આયોધ્યાના રામ મંદિરમાં ટ્રસ્ટના કર્મચારિઓ જ કરોડો...

VIDEO નેપાળ પૂરનો કહેરઃ મૃત્યુઆંક 903ને પાર, હજારો લાપતા; ભારતીયોને લઈને પણ સામે આવી મોટી અપડેટ

નેપાળમાં ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓના વિનાશક પૂર બાદ તબાહીનું...

નાણાં, નોકરી અને પરિવાર… 31 ઓગસ્ટે કોની કિસ્મત લેશે વળાંક? વાંચો આજનું રાશિફળ

૩૧ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ રજૂ...
spot_img

માત્ર 15 વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટમાં પોતાની અલગ ઓળખ બનાવી રહેલા વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. દુલીપ ટ્રોફીની સેમિફાઇનલમાં સેન્ટ્રલ ઝોન સામે ધમાકેદાર બેટિંગ કરતાં વૈભવે એવો રેકોર્ડ તોડી નાખ્યો, જે 57 વર્ષથી અડીખમ હતો. તેણે દુલીપ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી નાની ઉંમરે અડધી સદી ફટકારવાનો કારનામો કર્યો હતો.

બેંગલુરુના સેન્ટર ઑફ એક્સેલન્સ ગ્રાઉન્ડ પર ઈસ્ટ ઝોન તરફથી રમતા વૈભવે 15 વર્ષ અને 157 દિવસની ઉંમરે માત્ર 42 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. ઓફ સ્પિનર સારંશ જૈનની બોલ પર સિક્સ ફટકારી તેણે આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી.

આ પહેલાં આ રેકોર્ડ લક્ષ્મણ સિંહના નામે હતો. તેમણે 1969માં 16 વર્ષ અને 23 દિવસની ઉંમરે દુલીપ ટ્રોફીમાં અડધી સદી ફટકારી હતી. વૈભવે તેમની સરખામણીએ વધુ નાની ઉંમરે આ સિદ્ધિ મેળવીને 57 વર્ષ જૂનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.

ફિફ્ટી બાદ પણ વૈભવનો આક્રમક અંદાજ યથાવત રહ્યો હતો. તે પોતાની પહેલી ફર્સ્ટ ક્લાસ સદી તરફ ઝડપથી આગળ વધી રહ્યો હતો, પરંતુ હર્ષ દુબેની બોલ પર મોટો શોટ રમવાના પ્રયાસમાં 92 રન બનાવીને આઉટ થયો. તેણે 81 બોલની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા.

આ વૈભવની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બીજી અડધી સદી છે. અગાઉ તેણે રણજી ટ્રોફીમાં મેઘાલય સામે માત્ર 33 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.

Subscribe

Latest stories

spot_img