HomeNationalપાંડેસરા પોલીસ સ્ટેશનમાં ખુશીઓનો માહોલ: ત્યજી દેવાયેલી બાળકી બની 'કશિશ'

પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ખુશીઓનો માહોલ: ત્યજી દેવાયેલી બાળકી બની ‘કશિશ’

Date:

Related stories

સુરતીઓ માટે રાહતના દરવાજા ખૂલ્યા! રાંદેર કોઝવે પર ફરી વાહનવ્યવહાર થશે ચાલુ

સુરતના રાંદેર-સિંગણપોર વિસ્તારમાં રોજ અવરજવર કરતા વાહનચાલકો માટે આજે...

હવે Tower નહીં, સેટેલાઇટથી મળશે Internet! ભારત માટે Satellite Broadbandનો રસ્તો સાફ

આકાશમાંથી સીધું ઇન્ટરનેટ તમારા સુધી પહોંચાડવાનું સપનું હવે અગાઉ...

લ્યો બોલો ભારતીય ક્રિકેટરની બ્રાન્ડના બુટ પહેરી રમ્યું પાકિસ્તાન!

વુમન્સ એશિયા કપ 2026માં પાકિસ્તાન મહિલા ક્રિકેટર નહીં પણ...

વિદ્યાર્થીઓનું ભવિષ્ય વધુ સુરક્ષિત કરવા ગુજરાત સરકાર લાવી શકે છે આ નવો નિયમ

ગુજરાતમાં હવે શાળા સંચાલકોની મનમાની પર કડક લગામ કસવાની...
spot_img

સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે ખાખી વર્દી પાછળ છુપાયેલા સંવેદનશીલ હૃદયનું એક ઉત્તમ ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું છે. પાંડેસરા પોલીસ સ્ટેશન એક પવિત્ર ઘરના આંગણા જેવું મંગલમય બની ગયું, કારણ કે રસ્તા પર ત્યજી દેવાયેલી એક નવજાત બાળકી માટે સુરત પોલીસ ‘માવતર’ બનીને વહારે આવી છે.

‘કશિશ’ ને માવતર તરીકે મળી સુરત પોલીસ
પાંડેસરા પોલીસે ત્યજી દેવાયેલી બિનવારસી માસૂમ બાળકીને પોતાની દીકરી ગણીને સ્વીકારી છે. વધુમાં, પાંડેસરા પોલીસ સ્ટેશનના પરિસરમાં જ બાળકીની ‘છઠ્ઠી’ ધામધૂમથી ઉજવી અને તેનું નામ રાખ્યું ‘કશિશ’. આમ, સુરત પોલીસ દ્વારા ફરી એકવાર અનોખું ઉદાહરણ પૂરું પાડતા સમાજ માટે માનવતાની મહેક પ્રસરાવી છે.

રસ્તા પરથી મળી હતી ત્યજી દેવાયેલી બાળકી
થોડા દિવસો અગાઉ સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક ફૂલ જેવી માસૂમ બાળકી તરછોડાયેલી હાલતમાં મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો અને બાળકીને બચાવીને સારવાર અર્થે ડોસ્પિટલ ખસેડી હતી. હોસ્પિટલમાં 14 દિવસની સઘન સારવાર બાદ જ્યારે આ બાળકી બિલકુલ સ્વસ્થ થઈ, ત્યારે પોલીસ પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

પોલીસ સ્ટેશનમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ‘છઠ્ઠી’
દુનિયાની નજરે જે બાળકી અનાથ હતી, તેને સુરત પોલીસ પરિવારે એકસૂરે સ્વીકારી લીધી હતી. હિન્દુ સંસ્કૃતિના રીત-રિવાજ મુજબ બાળકીના જન્મના છઠ્ઠા દિવસે પોલીસ સ્ટેશનમાં જ ‘છઠ્ઠી વિધિ’ નું આયોજન કરવામાં આવ્યું ડતું. આ મંગલ પ્રસંગે પાંડેસરા પોલીસ મથકને ફૂલો અને આસોપાલવના તોરણોથી ઘરની જેમ જ શણગારવામાં આવ્યું. ACP ઝવેર દેસાઈ અને PI કે.ડી.જાડેજા સહિત તમામ કર્મચારીઓ એક પરિવારની જેમ પૂજામાં બેઠા હતા.

‘કશિશ’ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે કર્યું નામકરણ
વિધિ દરમિયાન ગોર મહારાજના શાસ્ત્રોકત મંત્રોચ્ચાર વચ્ચે આ દીકરીનું અત્યંત વહાલપૂર્વક “કશિશ” નામ રાખવામાં આવ્યું હતું. જ્યારે કશિશને પહેલીવાર પોલીસ સ્ટેશન લાવવામાં આવી ત્યારે તેના પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો અને કંકુ પગલાં પણ પાડવામાં આવ્યા હતા. ACP, PI અને તમામ સ્ટાફે દીકરીને હીંચકામાં ઝુલાવી, જ્યારે મહિલા પોલીસકર્મીઓએ દીકરીને ખોળામાં રમાડીને હાલરડા ગાતા વાતાવરણ ભાવુક બની ગયું Sતું.

Subscribe

Latest stories

spot_img