HomeNationalઆ શહેરમાં ભીષણ આગમાં 500 ઝૂંપડા બળીને ખાખ થયા

આ શહેરમાં ભીષણ આગમાં 500 ઝૂંપડા બળીને ખાખ થયા

Date:

Related stories

કૂડસદ ગામે બ્રિજ પરથી બાઈક સાથે પડતાં ત્રણના મોત, એક ઘાયલ

ઓલપાડ તાલુકના કૂડસદ ગામે ગઈ મોડી રાત્રે રેલવે ઓવર...

‘દિવાળી સુધી કોઈ વિરોધ પ્રદર્શન નહીં’, અભિજીત દીપકેએ જણાવ્યું હવે શું કરશે CJP?

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ પોતાના સમર્થકો,...

કેપ્ટન સ્મિત મચ્છારે જે કર્યું તે હિંદુ ધર્મના મૂલ્યો દર્શાવે છે : RSS પ્રમુખ મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે હિંદુ સ્વભાવ...

મમતા બેનર્જીનો સાથ છોડ્યા બાદ યુસુફ પઠાણને ફાયદો ? ગુજરાતમાં વર્ષો જૂનો પ્લોટ વિવાદ ઉકેલાયો

ગુજરાત સરકારે પૂર્વ ભારતીય ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ...
spot_img

ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કાનવાણી ગામમાં ગુરુવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ અચાનક ભીષણ આગ લાગી હતી. આ આગમાં 500 થી વધુ ઝૂંપડાંઓ આગની લપેટમાં આવી ભસ્મ થઈ ગયા હતા. એક હેવાલ મુજબ તો આગમાં આશરે છ બાળકો ગુમ થયા છે, જોકે હજુ સુધી કોઈ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી નથી.

આગ લાગ્યા પછી તરત જ ઝૂંપડીઓમાં સંગ્રહિત રસોઈ ગેસ સિલિન્ડરો એક પછી એક ફૂટવા લાગ્યા હતા. આ વિસ્ફોટોના અવાજથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ દળ અને ફાયર વિભાગની ઘણી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ તાત્કાલિક આગ ઓલવવાનું કામ શરૂ કરી દીધું હતું.

આગને કાબુમાં લેવા માટે ડઝનબંધ ફાયર એન્જિન તૈનાત કરવામાં આવ્યા છે. આગ મોટા વિસ્તારમાં ફેલાઈ ગઈ હોવાથી અગ્નિશામક કામગીરીમાં ઘણા કલાકો લાગવાની ધારણા છે. આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, માહિતી આવી રહી છે કે આગ એક ભંગારના ગોદામમાં લાગી હતી, ત્યારબાદ તે ઝૂંપડપટ્ટીમાં ફેલાઈ ગઈ હતી.

Subscribe

Latest stories