HomeSurat Cityઇન્સ્ટાગ્રામ મિત્રતા બાદ લવ ટ્રેપમાં ફસાઈ સગીરાનો શોષણ: સુરતમાં સાજીદ પઠાણ ઝડપાયો

ઇન્સ્ટાગ્રામ મિત્રતા બાદ લવ ટ્રેપમાં ફસાઈ સગીરાનો શોષણ: સુરતમાં સાજીદ પઠાણ ઝડપાયો

Date:

Related stories

દિશા સાલિયન કેસમાં મોટો વળાંક! આદિત્ય ઠાકરે-અનિલ દેશમુખને ₹500 કરોડની નોટિસ

દિશા સાલિયનના મૃત્યુ કેસમાં CBIની નવી તપાસ શરૂ થયાના...

ટાટા સન્સના ચેરમેન અને IPO લિસ્ટિંગને લઈને બોર્ડનો મોટો નિર્ણય!

થોડા સમય પહેલાં જ એન. ચંદ્રશેખરન ફેબ્રુઆરી 2027 બાદ...

નાના દાણામાં મોટા ફાયદા! હલીમ સીડ્સ કેમ બની રહ્યા છે ચર્ચાનો વિષય?

આજકાલ હેલ્થ અને ન્યુટ્રિશનની દુનિયામાં ચિયા અને ફ્લેક્સસીડની સાથે...
spot_img

સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં એક ગંભીર અને શરમજનક ઘટના સામે આવી છે, જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક ધોરણ-12માં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી મોહંમદ સાજીદ પઠાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

માહિતી મુજબ, માર્ચ-2025 દરમિયાન ઈન્સ્ટાગ્રામ પર સગીરાની ઓળખ લિંબાયત વિસ્તારના 23 વર્ષીય સાજીદ સાથે થઈ હતી. મીઠી વાતો અને લગ્નના વચનો આપી તેણે સગીરાનો વિશ્વાસ જીત્યો અને તેને પોતાના જાળમાં ફસાવી લીધી હતી. ત્યારબાદ તેણે વોટ્સએપ મારફતે સગીરાના અંગત ફોટા માંગ્યા, અને ભોળાશામાં આવી સગીરાએ તે મોકલી દીધા હતા.

આ ફોટાઓના આધારે સાજીદે સગીરાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી દબાણ બનાવ્યું. ધમકીઓથી ગભરાયેલી સગીરાને તેણે પાલ વિસ્તારની એક હોટલમાં લઈ જઈ તેની ઇચ્છા વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, તેણે આ ઘટના નો વીડિયો બનાવી સગીરાને સતત બ્લેકમેલ કરતો રહ્યો અને તેના ઘરની આસપાસ ફરીને માનસિક ત્રાસ આપતો રહ્યો.

આ મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે સગીરાનો મોબાઈલ તેના ભાઈના હાથમાં આવ્યો. ચેટ અને ફોટા જોઈને પરિવાર ચોંકી ઉઠ્યો. જ્યારે ભાઈએ સાજીદને સમજાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીએ તેને પણ ધમકી આપી હતી.

પરિવારે હિંમત કરીને ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે ઝડપથી કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો. તપાસમાં સામે આવ્યું છે કે સાજીદ શહેરમાં ગ્લાસની દુકાનમાં મજૂરી કામ કરતો હતો. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે કે આરોપીએ અન્ય કોઈ યુવતીઓને પણ આ રીતે ફસાવી છે કે કેમ.

Subscribe

Latest stories

spot_img