HomeInternationalપુતિનની ચેતવણી: યુરોપમાં સર્જાઇ શકે છે ગેસ સંકટ! રશિયાનો સપ્લાય બંધ કરવાનો...

પુતિનની ચેતવણી: યુરોપમાં સર્જાઇ શકે છે ગેસ સંકટ! રશિયાનો સપ્લાય બંધ કરવાનો સંકેત

Date:

Related stories

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...
spot_img

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે વૈશ્વિક ઉર્જા બજારમાં તણાવ વધતો જોવા મળી રહ્યો છે. વ્લાદિમીર પુતિનએ સંકેત આપ્યો છે કે રશિયા યુરોપને ગેસ સપ્લાય બંધ કરવાનો નિર્ણય લઈ શકે છે, જેના કારણે યુરોપિયન બજારોમાં ખળભળાટ મચી ગયો છે. તેમના નિવેદન બાદ યુરોપમાં ગેસના ભાવમાં તેજી આવી છે અને ઉર્જા સંકટ તથા આર્થિક મંદીની શક્યતા અંગે ચિંતા વધી છે.

પુતિનના નિવેદનથી બજારમાં ઉથલપાથલ
રશિયન રાષ્ટ્રપતિ પુતિને તાજેતરમાં જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યુરોપને ગેસ સપ્લાય રોકવાનો સમય આવી શકે છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ માત્ર તેમનો અભિપ્રાય છે અને અંતિમ નિર્ણય લેવાયો નથી. રાજકીય વિશ્લેષકોના મતે આ નિવેદન યુરોપ પર દબાણ બનાવવા માટેની વ્યૂહરચનાનો ભાગ હોઈ શકે છે, કારણ કે પશ્ચિમી દેશો દ્વારા રશિયા સામે સતત નવા પ્રતિબંધોની ચર્ચા ચાલી રહી છે.

મધ્ય પૂર્વના સંઘર્ષથી સપ્લાય પર અસર
ઇઝરાયલ-ઇરાન સંઘર્ષને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠા પર પણ અસર પડી છે. ખાસ કરીને હોર્મુઝ જળસંધિમાં વધેલા તણાવને કારણે ગેસ અને તેલના વેપારમાં અવરોધ ઉભા થવાની ભીતિ વધી છે. આ માર્ગથી વિશ્વના લગભગ 20 ટકા LNG અને ક્રૂડ ઓઇલનું પરિવહન થાય છે. તણાવ વધતા કતાર તરફથી LNG સપ્લાયમાં વિક્ષેપની ચર્ચા પણ સામે આવી છે, જે યુરોપ માટે મોટો પડકાર બની શકે છે.

યુરોપ માટે વધતી ચિંતા
યુરોપિયન યુનિયન લાંબા સમયથી રશિયન ગેસ પરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. હાલમાં નોર્વે અને યુનાઇટેડ સ્ટેટ્સ યુરોપને LNG સપ્લાય કરનારા મુખ્ય દેશો બની ગયા છે. છતાં પણ ફ્રાન્સ, સ્પેન અને બેલ્જિયમ જેવા કેટલાક દેશો હજુ પણ રશિયન LNG પર આંશિક રીતે નિર્ભર છે.

વિશ્લેષકોના મતે જો રશિયા ખરેખર ગેસ સપ્લાય બંધ કરે છે તો યુરોપમાં ઉર્જા સંકટ વધુ ગંભીર બની શકે છે, જે સીધો અસર અર્થતંત્ર, ઉદ્યોગો અને મોંઘવારી પર પડી શકે છે. હાલમાં યુરોપિયન દેશો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને વિકલ્પો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Subscribe

Latest stories