હજુ તો મહારાષ્ટ્રમાં ડેપ્યુટી સીએમ અજીત પવારના પ્લેન ક્રેશની ઘટનાને 24 કલાક પુરા થાય તે પહેલા તો વધુ એક પ્લેન ક્રેશની ઘટના સામે આવી છે. જેમાં પણ એક રાજકીય નેતાની મોત થયાના સમાચાર સામે આવ્યા છે. માહિતી મળી છે કે લેન્ડિંગ પહેલાં જ એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
આ ઘટના કોલંબિયામાં બની છે, જ્યાં એક મોટુ વિમાન ક્રેશ થયો છે, જેમાં કોલંબિયાના એક સાંસદ સહિત 15 લોકોના મોત થયા છે. સેટેના એરલાઇન્સનું ટ્વીન-પ્રોપેલર વિમાન વેનેઝુએલાની સરહદ નજીકના પર્વતીય વિસ્તારમાં કુકુટાથી ઓકાના જઈ રહ્યું હતું.
રાજધાની બોગોટાના અધિકારીઓએ જણાવ્યું હતું કે કોલંબિયાના એક સાંસદ સહિત 15 લોકોને લઈ જતું એક ટ્વીન-પ્રોપેલર વિમાન બુધવારે વેનેઝુએલાની સરહદ નજીકના પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોના મોત થયા હતા.
કોલંબિયાના સરહદી શહેર કુકુટાથી વિમાને ઉડાન ભરી હતી અને બપોરે (1700 GMT) નજીકના ઓકાનામાં લેન્ડિંગ પહેલાં જ એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. 13 મુસાફરો અને બે ક્રૂ સભ્યો ધરાવતી આ ફ્લાઇટ 23 મિનિટની મુસાફરી હતી અને તેનું સંચાલન કોલંબિયાની સરકારી એરલાઇન, સેટેના દ્વારા કરવામાં આવ્યું હતું.
તમામના મોત- ઉડ્ડયન મંત્રી
એવિએશન સત્તામંડળના એક અધિકારીએ AFP ને જણાવ્યું, “કોઈ બચ્યું નથી.” તેમણે ઉમેર્યું કે દુર્ઘટનાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. સરકારે આ વિસ્તાર શોધવા માટે હવાઈ દળ મોકલ્યું છે.
અકસ્માત સ્થળ એન્ડીઝની પૂર્વ શ્રેણીમાં એક ખડકાળ, ગીચ જંગલવાળો વિસ્તાર છે, જ્યાં હવામાન ઝડપથી વધઘટ થાય છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારના મોટા ભાગો કોલંબિયાના સૌથી મોટા ગેરિલા જૂથ, નેશનલ લિબરેશન આર્મી દ્વારા નિયંત્રિત છે, જે તેના સ્પેનિશ નામ, ELN દ્વારા વધુ જાણીતું છે.
મૃતકોમાં સંસદ સભ્ય
સ્થાનિક સમાચાર મેગેઝિન સેમાના સાથે વાત કરતા, ઉત્તરી સેન્ટેન્ડર રાજ્યના ગવર્નર વિલિયમ વિલામિઝારે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સાત મૃતદેહો મળી આવ્યા છે. કોલંબિયાના સંસદ સભ્ય અને એક વિધાનસભા ઉમેદવાર વિમાનમાં સવાર હતા.