HomeSurat Cityસુરતના નામાંકિત ઉદ્યોગપતિઓ ઘરે અને ઓફિસે ઇન્કમટેક્સના દરોડા

સુરતના નામાંકિત ઉદ્યોગપતિઓ ઘરે અને ઓફિસે ઇન્કમટેક્સના દરોડા

Date:

Related stories

ઇન્જેક્શન અસલી કે નકલી? ₹1 લાખની દવાના સેમ્પલે ખોલ્યું મોટું રહસ્ય

કેન્સરની દવા દર્દીઓને સરકારી હોસ્પિટલમાં મફતમાં મળવી જોઈએ, પણ...

Video દિલ ધ્રુજાવી દે તેવી ઘટના:14 નવજાતનાં મોતથી પાકિસ્તાનમાં ખળભળાટ

માતા-પિતાની આંખોમાં પોતાના નવજાત બાળકને સુરક્ષિત જોવાનું સપનું હતું,...

સુરતમાં ઇન્કમટેક્સ વિભાગનું લક્ષ્મી ગ્રુપના ગજેરા બંધુ અને તેમની સાથે સંકળાયેલા ભાગીદારો અને દલાલાઓ સહિતની 25 થી 30 જગ્યાએ સમગ્ર દરોડા આયકર વિભાગની DDI વિંગે પાડ્યા હતા. વેસુ, વીઆઈપી રોડ, કતારગામ, વરાછા સહિતના વિસ્તારમાં તપાસ ચાલુ છે. આ સ્થળોએથી આયકર વિભાગે કરોડો રૂપિયા રોકડા તેમજ મોટી માત્રામાં જ્વેલરી વિભાીગને મળી છે. આ ઉપરાંત અનેક જગ્યાએથી હિસાબો, કાચા હિસાબો સહિતના ડિજિટલ પુરાવા પંચની હાજરીમાં કબ્જે કરવાની શરૂઆત આવકવેરાની ડીડીઆઈ વિંગે કરી છે. આ દરોડાને પગલે વરાછા અને કતારગામમાં ભયના ઓછાયા હેઠળ અનેક ડાયમંડ ફેક્ટરીઓ બંધ કરીને માલિકો રવાના થઈ ગયા છે. લક્ષ્મી ગ્રુપના ગજેરા બંધુઓ ઉપરાંત મહાકાલ ગ્રુપના અનિલ બગદાણા અને તેમના ભાગીદારોના ઘર-ઓફિસમાં સર્ચ કામગીરી ચાલુ છે.

ડાયમંડ, એજ્યુકેશન અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા આ ગ્રુપના ગુજરાતભરમાં આવેલા ઠેકાણાઓ પર 150થી વધુ અધિકારીઓની અલગ-અલગ ટીમોએ એકસાથે ત્રાટકીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

બીજી બાજુ મહાકાલ ગ્રુપ પર પણ આઈટીની રેડ આવકવેરાની પડી છે. રિયલ એસ્ટેટ અને અન્ય વ્યવસાયો સાથે સંકળાયેલા અનિલ બગદાણા તથા તેમના ભાગીદારો તરુણ ભગત અને પ્રવિણ ભૂતને ત્યાં પણ અધિકારીઓનો કાફલો ત્રાટક્યો છે.

આ દરોડામાં ઉદ્યોગપતિઓના વિવિધ પ્રોજેક્ટ્સ, ઓફિસો અને અંગત રહેણાંક મકાનો સહિત અનેક સ્થળોને આવરી લેવામાં આવ્યા છે. વહેલી સવારથી શરૂ થયેલી આ કાર્યવાહીમાં મોટા પાયે વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ડેટા અને કરોડોના બેનામી વ્યવહારો મળી આવવાની શક્યતા છે.

આ ઓપરેશન માટે છેલ્લા ઘણા દિવસોથી ગુપ્ત રીતે તૈયારીઓ ચાલી રહી હતી અને વહેલી સવારે જ ટીમો નિર્ધારિત સ્થળો પર પહોંચી ગઈ હતી. તપાસનું મુખ્ય કેન્દ્રબિંદુ લક્ષ્મી ગ્રુપના રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા તમામ વ્યવહારો છે. આવકવેરા વિભાગની ડીડીઆઈ (DDI) વિંગ પાસે આ ગ્રુપના રિયલ એસ્ટેટ સોદાઓ અંગે અગાઉથી જ ચોક્કસ બાતમી અને માહિતી ઉપલબ્ધ હતી, જેના આધારે હાલમાં દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.

Subscribe

Latest stories