Wednesday, Jan 28, 2026

હવે ખિસ્સામાં આધાર નહીં! UIDAIની સુપર એપથી મળશે 5 મોટી સુવિધાઓ, 28 જાન્યુઆરીથી થશે શરૂ

3 Min Read

Aadhaar Super App Launch: જો તમે પણ દરેક જગ્યાએ આધાર કાર્ડની હાર્ડ કોપી સાથે રાખવાની ઝંઝટથી કંટાળી ગયા હોવ, તો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) તમારા માટે મોટા રાહતના સમાચાર લાવી છે. આગામી 28 January, 2026 ના રોજ UIDAI નવી ‘આધાર સુપર એપ’નું સંપૂર્ણ વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે.

નવા અપડેટનો સૌથી મોટો ફાયદો એ છે કે હવે તમારે તમારું અસલ આધાર કાર્ડ ખિસ્સામાં લઈને ફરવું પડશે નહીં. હવે તમારો ‘સ્માર્ટફોન’ જ તમારી ઓળખ બની જશે. ભૌતિક (Physical) કાર્ડ રાખવાની જરૂરિયાત લગભગ પૂરી થઈ જશે અને મોબાઈલ એપ એક કમ્પ્લીટ ‘ડિજિટલ આઈડેન્ટિટી ટૂલ’ તરીકે કામ કરશે.

આ નવી એપ દ્વારા જનરેટ થયેલું ડિજિટલ આઈડી દરેક જગ્યાએ માન્ય રહેશે. તમારે હોટલમાં ચેક-ઈન કરવું હોય, એરપોર્ટ પર સિક્યુરિટી ચેક હોય કે અન્ય કોઈ સરકારી કામ હોય, તમારા મોબાઈલમાં રહેલી એપમાં બતાવતી ઓળખ સ્વીકારવામાં આવશે. આનાથી મુસાફરી દરમિયાન કાર્ડ ખોવાઈ જવાનો ડર પણ રહેશે નહીં.

ઘણા લોકોને આધાર કાર્ડમાં નાના સુધારા-વધારા કરાવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે. નવી એપમાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું છે. યુઝર્સ હવે ઘરે બેઠા જ રહેઠાણનું સરનામું (Address Update), મોબાઈલ નંબર, નામ અને ઈમેઈલ આઈડી જેવી મહત્વની વિગતો સરળતાથી અપડેટ કરી શકશે.

છેતરપિંડી રોકવા માટે આ એપમાં અત્યાધુનિક ‘ક્યુઆર કોડ સ્કેનિંગ’ (QR Code Scanning) ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી તમે કોઈપણ વ્યક્તિના આધાર કાર્ડની ખરાઈ કરી શકશો. જો તમે કોઈ ભાડૂઆત કે ઘરેલું સહાયક (Helper) ને કામ પર રાખો છો, તો તેમનું કાર્ડ સ્કેન કરીને તરત જ જાણી શકાશે કે તે અસલી છે કે નકલી.

આ ‘સુપર એપ’ તમામ સ્માર્ટફોન યુઝર્સ માટે ઉપલબ્ધ રહેશે. એન્ડ્રોઈડ યુઝર્સ તેને ‘ગૂગલ પ્લે સ્ટોર’ (Google Play Store) અને આઈફોન યુઝર્સ ‘એપલ એપ સ્ટોર’ (Apple App Store) પરથી ડાઉનલોડ કરી શકશે. એપનું ઈન્ટરફેસ એટલું સરળ બનાવવામાં આવ્યું છે કે સામાન્ય માણસ પણ પહેલી વાર ઉપયોગ કરતી વખતે કોઈ મુશ્કેલી અનુભવશે નહીં.

આમ, હવે 28 January ની રાહ જુઓ, કારણ કે આ એપ ડિજિટલ ઈન્ડિયાની દિશામાં એક મોટું ક્રાંતિકારી પગલું સાબિત થવા જઈ રહી છે. આ એપ આવ્યા બાદ લોકોનો સમય અને શક્તિ બંને બચશે, સાથે જ ડેટાની સુરક્ષા પણ મજબૂત થશે.

Share This Article