Wednesday, Jan 28, 2026

Matar Kachori Recipe: મટર કચોરી રેસીપી, ક્રિસ્પી અને ચટાકેદાર બધાને ભાવશે!

2 Min Read

શિયાળામાં વટાણા સસ્તા ભાવે મળે છે અને ભરપૂર માત્રામાં મળે છે, આ શાકભાજી પ્રોટીનથી ભરપૂર છે, ઘણા લોકો આખા વર્ષ માટે આ સીઝનમાં વટાણા ફ્રોઝન કરીને રાખે છે, આ ઉપરાંત ખાસ સીઝનમાં મળતા વટાણામાંથી અનેક રેસીપી પણ ટ્રાય કરે છે, જેમાં મટર કચોરીનો સ્વાદ અનેરો હોય છે, આ ક્રિસ્પી રેસીપી બાળકોથી લઇ મોટા બધાને ભાવે છે, અહીં જાણો મટર કચોરી રેસીપી

મટર કચોરી ખુબજ ક્રિસ્પી, ટેસ્ટી અને લાજવાબ બને છે, આ ખાસ મીની કચોરી બનાવવા માટે વટાણા, અન્ય શાકભાજી જો તમારે ઉમેરવા હોય તો બાકી ડ્રાય મસાલા ઉમેરીને સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે, તેને મેંદા અથવા ઘઉંના બાંધેલા લોટમાંથી નાની રોટલી કરી સ્ટફિંગ કરીને તળીને બનાવવામાં આવે છે.

મટર કચોરી રેસીપી

  • મટર કચોરી રેસીપી સામગ્રી
  • 100 ગ્રામ મટર
  • 1 ચમચી ધાણા
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી વરિયાળી
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 2 લીલા મરચાં
  • 1 ઇંચ આદુ
  • 1 કપ મેંદો
  • 1 ચમચી અજમો
  • 3 ચમચી ઘી
  • પાણી – જરૂર મુજબ
  • તેલ – તળવા માટે

મટર કચોરી બનાવાની રીત
સૌ પ્રથમ લીલા વટાણાને આદુ અને લીલા મરચાં સાથે સમારી લો. આખા મસાલાને ડ્રાય શેકીને બારીક પાવડર બનાવો.

  • એક પેનમાં તેલ ઉમેરો, મસાલા પાવડરને અન્ય મસાલા સાથે ઉમેરો અને મિક્સ કરો. લીલા વટાણામાં મીઠું મિક્સ કરો અને સારી રીતે મિક્સ કરો. 4-5 મિનિટ માટે કુક કરો.
  • ઉલ્લેખિત બધી સામગ્રીને મિક્સ કરીને નરમ કણક ભેળવો અને તેને 5 મિનિટ માટે રાખો.
  • હવે લોટ બાંધો, એમાંથી થોડો લોટ લઈને રોટલી વણીને એમાં વચ્ચે લીલા વટાણાનું સ્ટફિંગ ભરો પછી તેને કચોરીનો આકર આપો.
  • ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. થોડી ચટણી સાથે ગરમ ગરમ આનંદ માણો.
Share This Article