કચ્છ જિલ્લાના ખાવડા વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે 1.22 વાગ્યે ધરતી ધ્રુજતા લોકોમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના કારણે કેટલાક લોકો ઘરમાંથી બહાર નીકળ્યા હતા. ગુજરાતમાં આ મહિનામાં જ અગાઉ રાજકોટ અને કચ્છ જિલ્લામાં ભૂકંપના અનેક આંચકા અનુભવાયા છે.
મળતી માહિતી મુજબ કચ્છમાં મોડી રાતે ભૂંકપના આંચકા આવતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. રીકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 નોંધાઈ હતી. સીસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી અંદાજે 55 કિમી દૂર નોંધાયું હતું. આંચકો હળવો હોવાથી મોટું નુકસાન થયું નથી.
લોકોને શાંતિ જાળવવા પ્રસાશને આપીલ
ભૂકંપ બાદ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હાલ સુધી કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયાના સમાચાર પ્રાપ્ત થયા નથી. લોકોમાં ભય ન ફેલાય તે માટે પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે. અધિકારીઓએ લોકોને અફવા પર વિશ્વાસ ન કરવા અને શાંતિ જાળવવાની અપીલ કરી છે.
તમને જણાવી દઈએ કે અગાઉ 26 અને 27 ડિસેમ્બરના રોજ કચ્છ જિલ્લામાં ચાર વખત ભૂકંપના આંચકા નોંધાયા હતા. જેમાં 26 ડિસેમ્બરે રાપર વિસ્તારમાં બે વખત અને 27 ડિસેમ્બરે ફરી બે વખત ધરતી ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. 26 ડિસેમ્બરે નોંધાયેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 જેટલી હોવાથી લોકોમાં ચિંતા વધી હતી. અચાનક આવેલા આ આંચકાના કારણે ઘણા લોકો ઘરમાંથી બહાર આવી ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?
- 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
- 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
- 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
- 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
- 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
- 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
- 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
- 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
- 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય