ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં માઈનસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે. જેની અસર સીધી ગુજરાત ઉપર પણ દેખાઈ રહી છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે બુધવારના દિવસે ગુજરાતમાં લઘુતમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થયો હતો. જોકે, કેટલા વિસ્તારોમાં પારો ઘટ્યો હતો.
અમરેલીમાં ઠંડીનો પારો ગગડીને નલિયા જેટલો પહોંચ્યો હતો. નલિયા અને અમેરિલામાં 9 ડિગ્રી લઘત્તમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી નીચું તાપમાન રહ્યું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 13.8 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી, વડોદારમાં 14.6 ડિગ્રી, સુરતમાં 16.6 ડિગ્રી, રાજકોટમાં 10.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
- અમદાવાદ 14.4
- અમરેલી 11.6
- વડોદરા 15
- ભાવનગર 14.6
- ભૂજ 10.2
- દમણ 15.6
- ડીસા 11.4
- દીવ 13.5
- દ્વારકા 14.6
- ગાંધીનગર 13.4
- કંડલા 13
- નલિયા 9
- ઓખા 17.2
- પોરબંદર 13
- રાજકોટ 10.1
- સુરત 15.8
- વેરાવળ 16.7