અમદાવાદમાં 15.3, ગાંધીનગરમાં 13.5 ડિગ્રી, ડીસામાં 13.3, વડોદરામાં 16.8 ડિગ્રી, ભુજમાં 13, કંડલામાં 12.1 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 13.5 ,રાજકોટમાં 14 ડિગ્રી તાપમાન, કેશોદમાં 13.7, સુરેન્દ્રનગરમાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
શિયાળો જમાવટ કરશે
અમદાવાદ અને ગાંધીનગર જેવા મહાનગરોમાં પણ ઠંડીનો ચમકારો વધશે. હવામાન વિભાગના મતે, આ બંને શહેરોમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે જવાની પૂરેપૂરી શક્યતા છે, જેના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થશે. વાતાવરણમાં ભેજ અને પવનોની ગતિ બદલાતા સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળશે. નાગરિકોને ઠંડીથી બચવા જરૂરી સાવચેતી રાખવા અને ગરમ વસ્ત્રો તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે.