મલાઇકા અરોરા રિયાલિટી શો, આઈટમ નંબર્સ અને કમર્શિયલ એડ્સ દ્વારા કરોડોની કમાણી કરે છે અને લક્ઝુરિયસ લાઈફ જીવે છે. હવે મલાઈકાએ બિઝનેસ વર્લ્ડમાં પણ પોતાનો સિક્કો જમાવ્યો છે. મલાઈકા અને તેનો પુત્ર અરહાન ખાન મુંબઈના બાંદ્રામાં ‘સ્કારલેટ હાઉસ’ (Scarlet House) નામના લક્ઝરી રેસ્ટોરન્ટમાં હિસ્સેદારી ધરાવે છે.
90 વર્ષ જૂના બંગલામાં રેટ્રો વાઈબ
આ રેસ્ટોરન્ટ બાંદ્રાના પાલી વિલેજમાં સ્થિત એક 90 વર્ષ જૂના ઇન્ડો-પોર્ટુગીઝ બંગલામાં આવેલું છે. 2,500 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું આ રેસ્ટોરન્ટ સેલિબ્રિટીઝનું હોટ સ્પોટ બની ગયું છે. તેનું ઇન્ટિરિયર રસ્ટિક સિમ્પલિસિટી અને ઓલ્ડ સ્કૂલ સ્ટાઇલથી પ્રેરિત છે, જે ગ્રાહકોને ઈતિહાસ અને નોસ્ટાલ્જીયાનો અહેસાસ કરાવે છે.
મેનૂના ભાવ ઉડાવી દેશે હોશ
‘સ્કારલેટ હાઉસ’નું મેનૂ અને તેના ભાવ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે:
- એન્ટી-એજિંગ વોટર:350 રૂપિયા (ઇન્ફ્યુઝ્ડ વોટર બોટલ)
- મસાલા ખીચડી:550 રૂપિયા
- શેમ્પેઈન:20,900 રૂપિયા
- એવોકાડો ટોસ્ટ:625 રૂપિયા
- લુધિયાણા સ્ટાઈલ વ્હાઈટ બટર ચિકન:750 રૂપિયા
- હેલ્ધી હેર જ્યુસ (બીટ-તરબૂચ-કરી પત્તા):450 રૂપિયા
- ભારતનું પ્રથમ હાઈડ્રેશન બાર
મલાઈકાએ આ રેસ્ટોરન્ટમાં ભારતનું પ્રથમ ‘હાઈડ્રેશન બાર’ લોન્ચ કર્યું છે. અહીં ખાસ પ્રકારના ડ્રિંક્સ અને સ્મૂધી મળે છે જે થાક, ઓછી રોગપ્રતિકારક શક્તિ અને સ્કીન પ્રોબ્લેમ્સમાં ફાયદાકારક હોવાનો દાવો કરવામાં આવે છે. અહીં 350 રૂપિયામાં ‘હેંગઓવર રેમેડી’ ડ્રિંક પણ ઉપલબ્ધ છે.
કેવી રીતે શરૂ થયું આ સાહસ?
એક ઇન્ટરવ્યુમાં મલાઈકાએ જણાવ્યું કે, તે હંમેશાથી એક કૂલ કેફે ખોલવા માંગતી હતી. બાંદ્રાની ગલીઓમાં સ્થિત આ લાલ પોર્ટુગીઝ બંગલાને જોતા જ તેને પસંદ આવી ગયો હતો. આ 100 સીટર રેસ્ટોરન્ટમાં વ્હાઇટ વોશ દિવાલો, લાકડાનું ફિનિશિંગ અને વિન્ટેજ ક્રોકરી એક અલગ જ રેટ્રો લુક આપે છે. મલાઈકા અને અરહાન આ રેસ્ટોરન્ટમાં ધવલ ઉદેશી અને મલાયા નાગપાલ સાથે સહ-માલિક છે.