Friday, Jan 2, 2026

નવા વર્ષની ઉજવણી વચ્ચે સ્વિત્ઝર્લેન્ડના રિસોર્ટમાં પ્રચંડ વિસ્ફોટ, અનેક મોતની આશંકા

2 Min Read

નવા વર્ષના પ્રથમ દિવસે જ માઠા સમાચાર આવ્યા છે. સ્વિટ્ઝર્લેન્ડના પ્રખ્યાત લક્ઝરી સ્કી રિસોર્ટ શહેર ક્રાન્સ મોન્ટાનામાં ગુરુવારે વહેલી સવારે એક બારમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ ધમાકામાં ઘણા લોકોના મોત થયા છે, જ્યારે અન્ય ઘણા ઘાયલ થયા છે.

નવા વર્ષના દિવસે સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટ થયાના અહેવાલ છે. આ વિસ્ફોટમાં અનેક લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટ એક બારમાં થયો હતો. સ્વિસ પોલીસનું કહેવું છે કે આ વિસ્ફોટ સ્વિસ શહેર ક્રેન્સ મોન્ટાનામાં થયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને હોસ્પિટલ લઈ જઈ રહી છે. વિસ્ફોટ પછી બારમાં આગ લાગી ગઈ હતી. આ આગમાં ઘણા લોકો ફસાઈ ગયા હતા. સ્વિસ પોલીસની બચાવ ટીમો તેમને બારમાંથી બહાર કાઢીને હોસ્પિટલ મોકલી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, નવા વર્ષના દિવસ નિમિત્તે આ બારમાં પાર્ટીઓ ચાલી રહી હતી અને વિસ્ફોટ થયો ત્યારે લોકોની ભારે ભીડ હતી. સ્વિસ પોલીસે તેની પુષ્ટિ કરી છે. સ્વિટ્ઝર્લેન્ડના દક્ષિણ-પશ્ચિમ વિસ્તાર વાલેસ કેન્ટનની પોલીસના પ્રવક્તા ગાયતાન લાથિયોએ જણાવ્યું કે વિસ્ફોટ કયા કારણે થયો તે હજુ સ્પષ્ટ નથી.

પોલીસ અને ઇમરજન્સી ટીમો ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે હાલ વિસ્ફોટના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને સમગ્ર વિસ્તારને સુરક્ષા ઘેરામાં લઈ લેવામાં આવ્યો છે.

Share This Article