Wednesday, Jan 28, 2026

અંબાલાલ પટેલની કડક ચેતવણી: આગામી 24 કલાકમાં માવઠાની આગાહી

1 Min Read

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ઠંડીને લઈ આગાહી કરી છે. જેમાં તેઓએ જણાવ્યું કે રાજયમાં આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ વરસી શકે છે. જેથી તાપમાનમાં ત્રણ ડીગ્રી જેટલો ઘટાડો જોવા મળી શકે છે. રાજ્યમાં આજે કચ્છના નલિયામાં સૌથી ઓછું 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે, ભર શિયાળામાં આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાકમાં કચ્છમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. રાધનપુર, સુઈગામ, મહેસાણા,પાટણ, સમી, હારીજ, બનાસકાંઠા, ડીસા,ગાંધીનગર,અમદાવાદ, સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગરમાં વાતાવરણમા પલટો આવશે. 6થી 14 જાન્યુઆરીમાં વાતાવરણમાં પલટો આવશે. જ્યારે 11થી 18 જાન્યુઆરી સુધી આકરી ઠંડી પડશે.

રાજ્યમાં માર્ચ મહિના સુધી વાતાવરણમાં બદલાવ આવશે. ધુમ્મસને કારણે રેલવે અને હવાઈ મુસાફરીમાં વિલંબ થશે. વિઝિબિલિટી ઘટતાં અકસ્માતની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે. ઉત્તરાયણ આસપાસ વાદળછાયુ વાતાવરણ રહેશે. ઉત્તરાયણના દિવસે બપોર પછી પવનની દિશા બદલાશે અને વાતાવરણમાં ફેરફાર થશે.

Share This Article