HomeNationalઉત્તરાખંડના અલ્મોડામાં બસ ખીણમાં ખાબકતાં 7ના મોત, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

ઉત્તરાખંડના અલ્મોડામાં બસ ખીણમાં ખાબકતાં 7ના મોત, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

Date:

Related stories

9 વર્ષ બાદ ફરી ‘હાથ’ પકડી શકે બાપુ? શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ગુજરાતના રાજકારણમાં હલચલ

ગુજરાતના રાજકારણમાં એક મોટા ભૂકંપના એંધાણ વર્તાઈ રહ્યા છે...

WhatsApp પર મેસેજ કરવા હવે પૈસા ચૂકવવા પડશે? જાણો સચોટ માહિતી

શું 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલશો તો તમારા...

બાળકોના ભવિષ્યને બદલી શકે છે નીમ કરોલી બાબાના આ સુવર્ણ સિદ્ધાંતો, માતા-પિતાએ જરૂર જાણવું!

આજના આધુનિક અને સ્પર્ધાત્મક યુગમાં, આપણે બાળકોને ગણિત, વિજ્ઞાન...
spot_img

ઉત્તરાખંડમાં વર્ષના અંતિમ દિવસોમાં એક ભીષણ દુર્ઘટના સર્જાઈ છે. અલ્મોડા જિલ્લાના ભીકિયાસૈન વિસ્તારમાં મુસાફરોથી ભરેલી એક ખાનગી બસ ઊંડી ખીણમાં ખાબકતા સાત લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાંના અહેવાલ છે. આ દુર્ઘટનામાં અનેક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને બચાવવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

અહેવાલો અનુસાર, આ દુર્ઘટના મંગળવારે (30મી ડિસેમ્બર) સવારે ભીકિયાસૈન-રામનગર માર્ગ પર આવેલા શિલાપાની પાસે સર્જાઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શિલાપાની પાસે ચાલકે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ સીધી ઊંડી ખીણમાં જઈ પડી હતી.

ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ તથા એસડીઆરએફ (SDRF)ની ટીમને જાણ કરી હતી. અત્યાર સુધીમાં સાત મુસાફરોના મોતની પુષ્ટિ થઈ છે.

બસમાં સવાર અન્ય મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને ખીણમાંથી બહાર કાઢીને તાત્કાલિક નજીકની હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે હાજર છે અને અન્ય કોઈ મુસાફરો દબાયેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

Subscribe

Latest stories