Saturday, Dec 27, 2025

કચ્છના રાપરમાં 29 કલાકમાં 24 ભૂકંપના આંચકા નોંધાયા

1 Min Read

કચ્છના રાપરમાં ભૂકંપના આંચકો આવવાનો સિલસિલો યથાવત છે. રાપરમાં 29 કલાકમાં 24 ભૂકંપના આંચકા નોંધાયા. કચ્છ યુનિવર્સીટી જીઓ સાયન્સ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.ગૌરવ ચૌહાણએ માહિતી આપી. 4.6 તીવ્રતાના મોટા ભૂકંપના આંચકા બાદ 23 આફ્ટર શોક નોંધાયા. ગઈકાલે વહેલી સવારે 4:30 થી આજે સવારે 9:30 વાગ્યા સુધી ભૂકંપના આંચકા નોંધાયા. લાલ કલરની પિન મેનશોક નું લોકેશન છે અને પીળા પિન પછી આવેલા કુલ 23 આફ્ટરશોક છે.

રાપરમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. વહેલી સવારે 4.30 કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિમી દૂર નોંધાયું. ગેડી ગામ નજીક 9 કિમી ઉંડાઇએ આંચકો નોંધાયો. વાગડ પંથકમાં ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઇ ગયા.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

  • 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
  • 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
  • 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
  • 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
  • 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
  • 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
  • 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
  • 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
  • 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય
Share This Article